બોલિવુડ્ એક્ટ્રેસ અનુષ્કા શર્મા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. અનુષ્કા શર્મા હાલમાં તેના પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી સાથે વેસ્ટઇન્ડીઝમાં વેકેશન માણી રહી છે. અનુષ્કા શર્મા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો શેર કર્યો છે.
અનુષ્કાએ હાલમાં જ એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે જોર-જોરથી હંસતી નજરે ચડે છે.આ વીડિયોમાં અનુષ્કા શર્મા કાચની સામે બેસીને હસતી જોવા મળે છે. સામાન્ય રીતે અનુષ્કા તેની પર્સનલ લાઈફમાં પણ આવી જ રીતે નજરે ચડે છે. અનુષ્કાએ આ વિડીયો ‘લવ એન્ડ લાઈટ’ નામના એક ડિજિટલ કેમપેન માટે થઈને આ વિડીયો શેર કર્યો છે.
View this post on Instagram
In a world where you can be anything , be kind. 💜&✨ #LoveAndLightProject @nushbrand
આ વીડિયોમાં અનુષ્કા મેકઅપરમમાં બેસીને અજબ-ગજબ મોઢા કરીને હંસતી નજરે ચડે છે. અનુષ્કાએ આ વિડીયો શેર કર્તાની સાથે કેપ્સનમાં લખ્યું હતું કે,Chat . Chat . Laugh . Laugh . Make faces . Crack up . Pause . Check mirror . Chat. Chat . Make faces . Laugh . Laugh . Loud . Love . What . You . Do .
અનુષ્કા આ કેમપેન દ્વારા આ લોકોની કમ્યુનિટી બનાવી તેની સાથે ઇન્ટરનેટ પર સકારાત્મ્ક વાતચીત શરૂ કરવાની છે. અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર એક્સપ્રેશન આપતા અચકાતી નથી. આ પહેલા પણ અનુષ્કાએ આ રીતના વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જેમાં તે ખુલીને તેના ઈમોશન્સ લોકોની સામે રાખે છે. આ પહેલા અનુષ્કા ટ્રાફિકની વચ્ચે ફસાઈ જતા ર્સટિ નજરે આવી હતી. આ વીડિયોમાં એક્ટ્રેસ અનુષ્કા શર્માએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો.
હાલ અનુષ્કા અને વિરાટ વેસ્ટઇન્ડીઝમાં તેનો ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. આ દરમિયાન બન્નેની એક તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ હતી. જેમાં બન્ને મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા હતા. આ તસ્વીરની ખાસ વાત એ હતી કે, આ તસ્વીરમાં ફક્ત અનુષ્કા અને વિરાટ જ નહીં પરંતુ ટિમ ઇન્ડિયાના અન્ય ખેલાડીઓ પણ જોવા મળ્યા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks