એક્ટ્રેસ અનુષ્કા શર્મા છેલ્લે 2018માં શાહરૂખખાનની ફિલ્મ ‘ઝીરો’ માં નજરે આવી હતી. અનુષ્કાએ ગયા વર્ષે લગાતાર ચાર ફિલ્મો આવી હતી. જેમાં ઝીરો, પરી, સુઈ ધાગા અને સંજુઆવી હતી. જેના કારણે તે ગયા વર્ષે બહુજ વ્યસ્ત રહી હતી. અનુષ્કાએ ઝીરો ફિલ્મ કર્યા બાદહજુ સુધી એક પણ પ્રોજેક્ટ સાઈન કર્યો નથી. ગયા વર્ષે 4 ફિલ્મ કર્યા બાદ તેને ફેંસલો કર્યો હતો કે તે થોડો બ્રેક લેશે. તેને લઈને આ વર્ષે અનુષ્કા એક પણ ફિલ્મમાં નજરે નથી આવી. આજકાલ અનુષ્કા તેના પતિ સને ક્રિકેટર વિરાટ કોહલી સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. ત્યારે ફરી એક વાર અનુષ્કા શર્મા ચર્ચામાં આવી છે.
અનુષ્કા શર્મા આજકાલ પ્રેગનેંન્સીની અફવાને લઈને ચર્ચામાં છે. આ પહેલી વાર નથી થયું. આ પહેલા પણ બૉલીવુડ એક્ટ્રેસની પ્રેગ્નેન્ટ હોવાની અફવા ઉડી છે. લગ્ન બાદ એક્ટ્રેસની પ્રેગનેંન્સીને લઈને વાતો ફેલાતો હોય છે. અથવા તો ઇન્ટરવ્યૂમાં પણ તેને લઈને જ સવાલ પૂછવામાં આવતા હોય છે. આવું જ કંઈક અનુષ્કા શર્મા સાથે થયું છે. અનુષ્કા શર્મા પ્રેગનેંન્સીને લઈને ખુદે જવાબ આપ્યો છે.
ફિલ્મફેરમાં આપેલા અનુષ્કાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે. આ લોકો એટલા માટે પૂછે છે કે કારણકે લોકો કંઈને કંઈ કરવાની કોશિશ કરતા હોય છે. ત્રણે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ એક્ટ્રેસના લગ્ન થઇ જાય તો તેને પ્રેગનેંન્સીને લઈને સવાલ પૂછવામાં આવે છે. અને જયારે કોઈ ડેટ કર્યું હોય તો તેનો સવાલ એ હોય છે કે લગ્ન ક્યારે કરશો. આ બધી વાતો બકવાસ હોય છે. બીજાને એની જિંદગી જીવવા દેવી જોઈએ. અત્યારે એવો માહોલ બની જાય છે કે લોકોએ તેને સફાઈ આપવી જ પડે છે. આ વાત મને સૌથી ખરાબ લાગે છે. શું મારે પણ ક્લિયર કરવાની જરૂરત છે ?
વધુમાં અનુષ્કાએ કહ્યું હતું કે, જે એક્ટ્રેસના લગ્ન થઇ ગયા હોય તેને લઈને કંઈકને કંઈક કહેવામાં આવે છે. કારણકે આજે ગમે તે લોકો ગમે તે કપડાં પહેરી શકે છે. પછી તે ઢીલી ડ્રેસ કેમ ના હોય. કારણકે ઢીલી ડ્રેસ પણ અત્યારે ટ્રેંડમાં છે. ત્યારે આ લોકો એમ કહે છે કે, પ્રેગ્નેન્ટ છે. આ વાત પર તમે કંઈ જ ના કરી સ્ષકો ફક્ત ઇગ્નોર જ કરી શકો છો.
View this post on Instagram
અનુષ્કાના કામની વાત કરવામાં આવે તો છેલ્લે રીતે ઝીરોમાં દેખાઈ હતી.એ વાત અલગ હતી કે તેને બોક્સ ઓફિસ પર સફળતા મળી ના હતી. પરંતુ અનુષ્કાની એક્ટિંગના લોકોએ ભરપૂર વખાણ કર્યા હતા.
પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા તે પતિ વિરાટ કોહલી સાથે યુકેમાં હતી. સેમિફાઇનલમાં હાર્યા બાદ ભારતીય ટીમના કેપ્ટ્ન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ થોડા દિવસ યુકેમાં વિતાવ્યા હતા. જેના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks