માંડ માંડ ચાલી રહી છે ગર્ભવતી અનુષ્કા શર્મા, જુઓ તસવીરો: અનુષ્કા શર્મા આજકાલ પ્રેગ્નેન્ટ છે. અનુષ્કા શર્મા ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે છે. બુધવારે અનુષ્કા પતિ વિરાટ કોહલી સાથે ક્લિનિકની બહાર નજરે આવી હતી. જણાવી દઈએ કે, અનુષ્કાની ડયુ ડેટ જાન્યુઆરી છે. આ કારણે જ અનુષ્કા લગાતાર ચેકઅપ માટે ડોક્ટરની સલાહ લઇ રહી છે. બુધવારે પણ અનુષ્કા રૂટિન ચેકઅપ માટે ક્લિનિક પર પહોંચી હતી. આ દરમિયાન અનુષ્કા જેવી જ તેની કારમાંથી ઉતરી હાજર રહેલા ફોટોગ્રાફરે તેને કેમેરામાં કેદ કરી લીધી હતી.
View this post on Instagram
આ દરમિયાન અનુષ્કા સફેદ અને ગ્રે કલરના ડ્રેસમાં પહોંચી હતી. આ સાથે કે કોરોનાને ધ્યાનમાં રાખીને માસ્ક પણ લગાડયું હતું. તો વિરાટ કોહલી સફેદ ડ્રેસમાં નજરે આવ્યો હતો. બંનેની આ વિઝીટની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
View this post on Instagram
આટલું જ નહીં સોશિયલ મીડિયા પર અનુષ્કા અને વિરાટના ફેન્સ આવનારા બાળકને લઈને અલગ-અલગ કચાસ લગાવી રહ્યા છે. થોડા લોકોનું કહેવું છે કે, આ કપલ જુનિયર કોહલીના જ માતા-પિતા બનશે તો ઘણા લોકો કહી રહ્યા છે કે, ઘરમાં નાની અનુષ્કા પણ આવી શકે છે.
View this post on Instagram
એક શખ્સે કહ્યું હતું કે, જલ્દી જ આવશે જુનિયર કોહલી. આ પર અન્ય એક શખ્સે જવાબ આપતા કહ્યું હતું કે, આટલી કેમ જુનિયર અનુષ્કા પણ થઇ શકે છે. તો અન્ય એક શખ્સે કહ્યું હતું કે, આપણે તેને જુનિયર કોહલી-શર્મા પણ કહી શકીએ છીએ. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક જ્યોતિષીએ આગાહી કરી હતી કે કપલના ઘરે પુત્ર કે પુત્રીનો જન્મ થશે. જ્યોતિષીએ કહ્યું કે દંપતીના ચહેરાની ગણતરી પ્રમાણે અને જ્યોતિષીની ગણતરી પ્રમાણે પુત્રી હોવાની સૌથી વધુ સંભાવના છે.
View this post on Instagram
ગર્ભાવસ્થામાં અનુષ્કા તેના આહારની વિશેષ કાળજી લઈ રહી છે. ફક્ત અનુષ્કા જ નહીં, વિરાટ પણ ખાસ કાળજી લે છે કે પત્નીએ સમયસર ખોરાક ખાધો કે નહીં. થોડા દિવસો પહેલા ક્રિકેટ ગ્રાઉન્ડનો એક ફોટો વાયરલ થયો હતો જેમાં વિરાટ તેની પત્નીને હાવભાવમાં જમ્યું કે નહિ તે પૂછતો હતો. જણાવી દઈએ કે, અનુષ્કાએ હાલમાં જ એક ફેશન મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે આવી રહી છે. જણાવી દઈએ કે, કોહલી અને અનુષ્કાએ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં માતા-પિતા બનવાની ખુશખબરી શેર કરી હતી.
View this post on Instagram
અનુષ્કાની પ્રેગ્નેન્સીને લઈને વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી રજા લઈને આવી ગયો છે. વિરાટ હવે આખરી દિવસોમાં અનુષ્કાની સારી રીતે દેખભાળ કરશે. વિરાટ પોતાનો પૂરો સમય પરિવારને જ આપવા માંગે છે.
View this post on Instagram