બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તેની આગામી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’ માટે ઘણી તૈયારી કરી રહી છે. આ ફિલ્મમાં અનુષ્કા અનુભવી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીની ભૂમિકામાં જોવા મળશે. ઝુલન ગોસ્વામીના રોલમાં ફિટ થવા માટે અભિનેત્રી સખત મહેનત કરી રહી છે. હવે તેણે લેટેસ્ટ વીડિયો પોસ્ટ કર્યો છે.અનુષ્કા શર્મા ‘ચકડા એક્સપ્રેસ’ માટે પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટ્રેનિંગ ગ્રાઉન્ડનો વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં અભિનેત્રી બોલિંગ, બેટિંગની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે.
અભિનેત્રી બ્લેક આઉટફિટમાં જોરદાર તૈયારી કરતી જોવા મળે છે. વીડિયોમાં તે ક્યારેક ગ્લોવ્ઝ પહેરીને ટ્રેનિંગ કરતી જોવા મળે છે તો કયારેક તે બોલિંગની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે. અનુષ્કા શર્માએ વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે તેની તૈયારી મુશ્કેલ અને તીવ્ર બની ગઈ છે. વીડિયોમાં અભિનેત્રી વિકેટ લેતી પણ જોવા મળી રહી છે.
આ વીડિયો પર યુઝર્સની સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક મીડિયા યુઝરે લખ્યું, આ ફિલ્મની રાહ નથી જોઈ શકતો. એક યુઝરે લખ્યું, અનુષ્કા મેડમ તમે અદ્ભુત દેખાઈ રહ્યા છો. ઘણા યુઝર્સે વીડિયો પર ફાયર ઈમોજી બનાવ્યા હતા.અનુષ્કા શર્માએ આ પહેલા પ્રેક્ટિસ કરતી વખતે ફેન્સ સાથે પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી.
આ જોઈને ચાહકોૉએ તેને ફિલ્મની રિલીઝ ડેટને લઈને સવાલો પૂછવા માંડ્યા હતા. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. અભિનેત્રી છેલ્લે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. થોડા સમય પહેલા અનુષ્કા શર્માની ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’નું ટીઝર રીલિઝ થયું હતું. ટીઝરમાં અભિનેત્રી બંગાળી એક્સેન્ટમાં ડાયલોગ બોલતી જોવા મળી હતી. અનુષ્કા શર્મા લગભગ 4 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવા જઇ રહી છે.
આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીના જીવન પરથી પ્રેરિત હોવાથી અનુષ્કા મેદાનમાં ખૂબ પરસેવો પાડી રહી છે. તેણે જે વીડિયો શેર કર્યો છે તેના અંતમાં તે તેની બોલિંગ વડે સ્ટમ્પ પણ પાડતી જોવા મળી રહી છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, અનુષ્કાએ ‘પાતાલ લોક’ વેબ સિરીઝ અને ફિલ્મ ‘બુલબુલ’ પ્રોડ્યુસ કરી હતી. આ પછી અનુષ્કા અંગત જીવનમાં વ્યસ્ત થઈ ગઈ. તેની પુત્રી વામિકાના જન્મ બાદથી તે તેનું મધરહૂડ એન્જોય કરી રહી હતી.