ખબર ફિલ્મી દુનિયા

પ્રેગ્નેટ અનુષ્કા શર્માનો ફરીવાર જોવા મળ્યો સ્ટાઈલિશ લુક, પતિ વગર આ વ્યક્તિ સાથે ક્લિનિક પહોંચી

7 તસવીરો જોઈને ફેન્સ બોલ્યા, વિરાટનો શર્ટ પહેરીને નીકળી પડી કે શું?

અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ પોતાની પ્રેગ્નેન્સીના દિવસો માણી રહી છે. આ દરમિયાન તે પોતાની અને આવનાર બાળકની ખુબ જ કાળજી પણ રાખી રહી છે. ઘણી જગ્યાએ અનુષ્કા સ્પોટ થતી પણ જોવા મળે છે. આ દરમિયાન અનુષ્કાનો લુક પણ ચર્ચાનો વિષય બને છે.

પોતાના સ્ટાઈલિશ લુકના કારણે અનુષ્કા દિલ જીતવામાં કામિયાબ રહે છે. આ વખતે પણ અનુષ્કા પોતાના સ્ટાઈલિશ લુકના કારણે ચાહકોને દીવાના બનાવી ગઈ જયારે જુહુ ક્લિનિકની બહાર તે સ્પોટ થઇ હતી.

આ દરમિયાન અનુષ્કા ખુબ જ સીમ્પલ પરંતુ સ્ટાઈલિશ લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન અનુષ્કાએ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ પહેરી રાખ્યો હતો સાથે જ કોરોનાને ધ્યાનમાં રાખીને તેને માસ્ક પણ લગાવ્યો હતો.

પોતાના રેગ્યુલર ચેકઅપ માટે ઘરની બહાર નીકળેલી અનુષ્કાને જોઈને બધા ત્યારે મંત્રમુગ્ધ થઇ ગયા જયારે અભિનેત્રીએ મોટી સાઈઝનું શર્ટની સાથે કમ્ફર્ટેબલ જીન્સ પહેર્યું હતું. આ કપડામાં અનુષ્કા ખુબ જ સુંદર લાગી રહી હતી.

અનુષ્કાએ આ સાથે જ નો મેકઅપ લુકમાં જોવા મળી હતી, તો પોતાના લુકને મેચ કરવા માટે તેને કોલ્હાપુરી ચપ્પલ પહેર્યા હતા.

આ વખતે પણ રેગુયલર ચેકઅપ દરમિયાન અનુષ્કા સાથે પતિ વિરાટ કોહલી નહિ પરંતુ તેનો ડ્રાઈવર જ નજર આવ્યો હતો. જલ્દી જ અનુષ્કા અને વિરાટના ઘરેથી ખુશ ખબરી સાંભળવા મળી શકે છે.