અનુષ્કા શર્માએ સ્વીમિંગ પુલમાં બિકી પહેરી બતાવી દીધો એવો અવતાર કે વિરાટ પણ પોતાને કમેન્ટ કરતા રોકી ન શક્યો

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલમાં તેની દીકરી વામિકાની દેખરેખમાં વ્યસ્ત છે. તેણે ફિલ્મોમાંથી હાલ બ્રેક લીધો છે. પરંતુ વામિકાના જન્મના 10 મહિના પછી તેણે ફરીથી પોતાને ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે તૈયાર કરી લીધી છે. હાલમાં જ તેણે ડિલિવરી પછી પહેલું ફોટોશૂટ કરાવ્યું હતું. જેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી. ફરી એકવાર તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના ફિટ ફિગરની તસવીર પોસ્ટ કરી છે. ગ્રીન બિકી પહેરીને તેણે સ્વિમિંગ પુલમાં તેનો ગોર્જિયસ અવતાર બતાવ્યો હતો. તેની તસવીર જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કાએ ગ્રીન મોનોકોનીમાં તેની બે તસવીરો શેર કરી છે. આ તસવીર પર તેના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પણ ખાસ પ્રતિક્રિયા પણ આવી છે. વિરાટ કોહલીએ પૂલસાઇડમાં પોઝ આપતા અનુષ્કા શર્માની આ તસવીર પર સ્માઇલી ઇમોજી મૂક્યું છે. આ ઇમોજી વિરાટની ખુશી અને પત્ની અનુષ્કાની સુંદરતાથી પ્રભાવિત થવા માટે વ્યક્ત કરી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by virat anushka fan (@virat.18.fan_)

અનુષ્કાની આ તસવીરોમાં માત્ર તેની મોનોકોની જ નહીં, આસપાસનું વાતાવરણ પણ લીલા પ્રકૃતિની નિશાની છે. અભિનેત્રીએ પોતે પણ તસવીરના કેપ્શનમાં છોડની ઈમોજી મૂકી છે. અભિનેત્રીની આ તાજગીભરી તસવીર સ્પષ્ટપણે તેના પ્રકૃતિ પ્રત્યેના લગાવને દર્શાવે છે. અનુષ્કાનો આ અવતાર જોઈને તેના પતિ વિરાટ કોહલીનો પણ પરસેવો છૂટી ગયો. તેણે તસવીર પર હાર્ટ એન્ડ લવની ઈમોજી શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

તસવીરો પર તમામ ફેન્સથી લઈને સેલેબ્સ સુધી, દરેક કોમેન્ટમાં અનુષ્કાની આ આકર્ષક સ્ટાઇલની પ્રશંસા કરી રહ્યા છે. જણાવી દઈએ કે અનુષ્કાએ લગભગ 10 મહિના પહેલા દીકરી વામિકાને જન્મ આપ્યો હતો અને તે પછી તેણે ખૂબ જ ઓછા સમયમાં તેનું જૂનું ફિટ અને ફાઈન ટોન્ડ ફિગર પાછું મેળવી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)


અનુષ્કા છેલ્લે 2018માં ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આ પછી તેણે ફિલ્મોમાંથી બ્રેક લીધો અને પોતાના પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્રોફેશનલ લાઈફમાંથી બ્રેક લીધા બાદ અભિનેત્રીએ આ વર્ષે જાન્યુઆરીમાં પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. આ દિવસોમાં અનુષ્કા ઘણી બ્રાન્ડ એન્ડોર્સ કરતી જોવા મળે છે. પરંતુ તેની ફિલ્મોમાં પરત ફરવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Shah Jina