ઇંગ્લેન્ડમાં આટલુ સસ્તુ ટોપ પહેરી મસ્તી કરી રહી છે અનુષ્કા શર્મા, તમે પણ ખરીદી શકો છો સરળતાથી

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા આ દિવસોમાં ઇંગ્લેન્ડમાં ખૂબ એન્જોય કરી રહી છે. એવામાં તે સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરી રહી છે. અનુષ્કા શર્મા આ દિવસોમાં તેનું મધરહૂડ એન્જોય કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર અવાર નવાર તસવીરો શેર કરી રહી છે, જે ખૂબ વાયરલ પણ થાય છે.

ઇંગ્લેન્ડની ગલીઓમાં ઘૂમતા કયારેક અનુષ્કા ફોટોશૂટ કરાવી રહી છે તો કયારેક તે ઇંગ્લેન્ડમાં મોસમની મજા લેતા તસવીર ક્લિક કરાવી રહી છે. અનુષ્કા તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. તે ઇંગ્લેન્ડથી ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.

હાલમાં જ અનુષ્કા શર્માએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તે પાર્કમાં જોવા મળી રહી છે અને તે બોડી બિલ્ડરની જેમ પોઝ આપી રહી છે. તેની આ તસવીરો પર 10 લાખથી વધારે લાઇક્સ આવી ચૂકી છે.

અનુષ્કા કેઝયુઅલ લુકમાં જોવા મળી રહી છે. તેનો આ કુલ અંદાજ ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. દિલચસ્પ વાત તો એ છે કે, જો તમે પણ અનુષ્કાના આ લુકને અપનાવવા માંગો છો તો તે તમારા બજેટમાં આવી શકે છે. અનુષ્કાએ બેબી પિંક હૂડી પહેર્યુ છે અને તેની ઓનલાઇન કિંમત 4392.31 રૂપિયા છે.

આ જસ્ટિન બીબરના 2019 ડ્રયુ હાઉસ કલેક્શનથી લેવામાં આવ્યો છે. તસવીરોમાં એ સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે, અનુષ્કા આ હુડીમાં ઘણુ કંફર્ટેબલ ફીલ કરી રહી છે. આ પહેલા અનષ્કાએ પતિ અને ક્રિકેટર વિરાટ કોહલીની પણ તસવીર શેર કરી હતી.

ક્રિકેટર પાર્કમાં કેઝયુઅલ મુડમાં જોવા મળ્યા હતા. હવે બંનેની આ તસવીરો જોઇને એ અંદાજ લગાવી શકાય કે તે બંને એકબીજાના ફોટોગ્રાફર બન્યા હશે. થોડા દિવસ પહેલા જ અનુષ્કાએ તેની કેટલીક મજેદાર તસવીરો શેર કરી હતી, જેમાં અભિનેત્રીએ એક મજેદાર કહાની પણ લખી હતી.

અનુષ્કાએ લખ્યુ હતુ કે, શહેરમાં ટહેલતા સમયે તેમને એક ફેન મળી ગયો. તે બાદ તેમણે તસવીર ક્લિક કરવા કહ્યુ તો તે ઘણો ખુશ થઇ ગયો. આ પૂર કહાનીમાં તેમણે વિરાટને તેમનો ફેન જણાવ્યો હતો. તમને જણાવી દઇએ કે, અનુષ્કા અને વિરાટ તેમજ તે બંનેની લાડલી વામિકા ઇંગ્લેન્ડમાં ખૂબ એન્જોય કરી રહ્યા છે.

Shah Jina