પતિ વિરાટ સાથે માલદીવમાં રજાઓ મનાવી રહેલી અનુષ્કાનો બોલ્ડ લુક આવ્યો સામે, જોઈને ચાહકો થયા પાણી-પાણી, જુઓ તસવીરો

માલદીવ પહોંચતા જ અનુષ્કા શર્માએ બિકીની જેવું પહેરીને ફેન્સને ટોન્ડ ફિગર દેખાડ્યું, ફેન્સ ઘુરી ઘૂરીને જોવા માંડ્યા

ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા ખુબ જ લોકપ્રિય કપલમાંથી એક છે. આ બંનેના દુનિયાભરમાં કરોડો ચાહકો છે અને તેમની એક એક પળ વિશે પણ ચાહકો જાણવા માંગે છે.  ત્યારે હાલમાં વિરાટ અને અનુષ્કા માલદીવમાં વેકેશન પર છે અને બંનેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

હાલમાં જ અનુષ્કાએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે. લુક વિશે વાત કરીએ તો, અનુષ્કા ઓરેન્જ કલરની મોનોકિનીમાં તેના કિલર ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. ઓરેન્જ મોનોકિની પહેરેલી અનુષ્કા શર્માનો આ લેટેસ્ટ બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થઈ રહ્યો છે

અનુષ્કાએ મોનોકિની સાથે મેચિંગ શ્રગ કેરી કર્યું છે અને આ લુકને A લેટર નેક પીસ સાથે મેચ કર્યો છે. અનુષ્કાએ મિનિમલ મેકઅપ, ઓપન હેર અને હેટ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. બીચ પર અનુષ્કા કિલર સ્ટાઈલમાં પોઝ આપી રહી છે. હાલમાં જ તેના વેકેશનની આ તસવીરો શેર કરતી વખતે અનુષ્કાએ જણાવ્યું હતું કે તેણે પોતે આ તસવીરો ક્લિક કરી છે. અનુષ્કાની આ કિલર સ્ટાઈલ બધાને પસંદ આવી રહી છે.

પ્રથમ તસવીરમાં તે કેમેરા સામે નમીને પોઝ આપતી જોવા મળે છે. બીજી તસવીરમાં તે દૂર ઉભી અને હસતી જોવા મળે છે. અનુષ્કાએ તસવીરો સાથે લખ્યું “તમારી જાતે તમારો પોતાનો ફોટો લેવાનું પરિણામ” આ સાથે અનુષ્કાએ પામ ટ્રી અને સન ઈમોજી એડ કર્યા છે. આ વેકેશનમાંથી વિરાટ અનુષ્કાની વધુ એક તસવીર પણ સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

આ તસવીરમાં તમે જોઈ શકો છો કે કપલ એકબીજા સાથે શાનદાર સેલ્ફી લેતા જોવા મળે છે. આ તસવીર સામે આવતા જ વાયરલ થઈ ગઈ હતી અને અનુષ્કાના સ્ટ્રેપી લુકની ખૂબ ચર્ચા થઈ રહી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા ટૂંક સમયમાં ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’માં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા અભિનેત્રી 3 વર્ષ બાદ પડદા પર વાપસી કરી રહી છે. અભિનેત્રી આ ફિલ્મમાં ક્રિકેટર ઝુલન ગોસ્વામીનું પાત્ર ભજવી રહી છે. અનુષ્કાએ આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે.

Niraj Patel