ટિમ ઇન્ડિયાના પૂર્વ વિકેટ કિપર અને બેટ્સમેન ફારુખ એન્જીનીયરે ટિમ ઇન્ડિયાના કેપ્ટ્ન વિરાટ કોહલીની પત્ની અને બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદને એટલી ધમાલ મચાવી હતી કે, આખરે ફારુખ એન્જીનીયરે આ વિવાદસ્પદ નિવેદન પર માફી માંગી છે.

ફારુખ એન્જીનીયરે કહ્યું હતું કે, આ વર્ષ ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડકપ દરમિયાન ભારતીય સિલેક્ટર્સ અનુષ્કા શર્માને ચા આપતા હતા. જે બાદ અનુષ્કા શર્માએ તેને લઈને આકરું વલણ અપનાવી ફારુખની ક્લાસ લગાવી દીધી હતી.

એક ખાનગી મીડિયા સાથે વાત કરતા ફારુખ એન્જીનીયરે કહ્યું હતું કે, આ વાત ભારતીય સિલેક્ટર્સને સવાલ ઉભો કરે છે કે, તે વિશ્વ કપ દરમિયાન અનુષ્કાને ચા આપી રહ્યા હતા. આ વિવાદ પર ઘણો વિવાદ થયો હતો. આ બાબતે અનુષ્કા શર્માએ લાંબુલચક ટ્વીટ પણ કર્યું હતું.
— Anushka Sharma (@AnushkaSharma) October 31, 2019
ત્યારે હવે ફારુખ એન્જીનીયરે કહ્યું હતું કે, આ નિવેદન તેને મજાકમાં આપ્યું હતું. અનુષ્કાને ખરાબ લાગ્યું હોય તો હું માફી માંગુ છું. અનુષ્કાએ કોઈ પણ મતલબ વગર આ વિવાદ વધાર્યો હતો. અનુષ્કા બહુજ પ્યારી અને ચાર્મિંગ મહિલા છે, સાથે જ એક સારી માણસ છે. અનુષ્કા વિરાટ કોહલીની રોલ મોડેલ છે. મારી વાત ફક્ત સિલેક્ટરો માટે હતી જે તેનું કામ સારી રીતે નથી કરી રહ્યા. મેં અનુષ્કા અને વિરાટ કોહલી વિરુદ્ધ કંઈ જ નથી કહ્યું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.