ખબર

ટિમ ઈન્ડિયાના ભાભીએ આપી ખુશખબરી, જલ્દી જ ઘરમાં આવવાનું છે નવું મહેમાન

થોડા સમય પહેલા જ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ દેશવાસીઓને ખુશ ખબરી આપી હતી અને આખા દેશે તેને પિતા બનાવ ઉપર શુભકામનાઓ પણ આપી હતી. ત્યારબાદ ઘણા લોકોની નજર ટિમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી ઉપર હતી. વિરાટ અને અનુષ્કાના લગ્નને ઘણો સમય થયો હોવા છતાં પણ તેમના તરફથી પણ કોઈ ખુશ ખબરી મળી નહોતી, સોશિયલ મીડિયામાં પણ આ બાબતને લઈને ઘણા લોકો કોમેન્ટ કરતા હતા.

Image Source

પરંતુ હવે રાહ જોવાની એ ક્ષણો સમાપ્ત થઇ ગઈ છે અને ટિમ ઇન્ડિયાના ભાભી અનુષ્કા શર્મા જે બોલીવુડની એક પ્રસિદ્ધ અભિનેત્રી પણ છે તેને ખુશખબરી સંભળાવી દીધી છે. અનુષ્કા પણ પ્રેગ્નેટ હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે.

Image Source

વિરાટ કોહલીએ ટ્વીટર ઉપર એક પોસ્ટ કરી અને આ ખુશખબરી આપી છે. વિરાટે જણાવ્યું છે કે જાન્યુઆરી 2021માં તેમના ઘરે નાનું મહેમાન આવવાનું છે. વિરાટે પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે એક  ફોટો શેર કરતા લખ્યું છે કે: “અને પછી અમે ત્રણ હતા. જાન્યુઆરી 2021માં આવી રહ્યો છે.”


વિરાટ હાલ આઈપીએલમાં ભાગ લેવા માટે યુએઈ પહોંચ્યો છે. જયારે અનુષ્કા હાલમાં મુંબઈમાં જ છે. તે બંનેના લગ્ન ડિસેમ્બર 2017માં થયા હતા. ત્યારબાદ તે બનેંના ચાહકો તેમના ઘરે કોઈ નવું મહેમાન આવે તેની રાહ જોઈને બેઠા હતા. અને ચાહકોને વિરાટે આપેલી આ ખુશખબરીના કારણે આખો દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.