ખેલ જગત મનોરંજન

વિરાટ કોહલીની જિંદગીનો આ કિસ્સો સાંભળી અનુષ્કા થઇ ભાવુક, અનુષ્કા શર્માએ કરી કિસ તો ફેન્સ થયા પાગલ, જુઓ વિડીયો

આજકાલ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટ્ન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. હાલમાં જ આ કપલ એક ઇવેન્ટમાં શામેલ થયું હતું. આ દરમિયાન અનુષ્કા શર્મા ઈમોશનલ થઇ ગઈ હતી. ત્યારબાદ તેને વિરાટના હાથ પર કિસ કરી લીધી હતી.

 

View this post on Instagram

 

#repost #ViratKohliStand #ViratKohli

A post shared by The Era Of King Kohli 🏏 (@the_era_of_king_kohli) on

દિલ્લીના ફિરોજશાહ કોટલા સ્ટેડિયમ હવે અરુણ જેટલીના નામ પરથી ઓળખવામાં આવશે. તો સ્ટેડિયમનું એક સ્ટેન્ડ ક્રિકેટના કેપ્ટ્ન વિરાટ કોહલીનાં નામ પર થયું છે, ગુરુવારે ટિમ ઇન્ડિયાની હાજરીમાં આ નામકરણ સમારોહ થયો હતો. આ મૌકા પર વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે હાજર રહ્યો હતો.

દિલ્લી જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ )એ સ્ટેડિયમને પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય વિત મંત્રી અરુણ જેટલીના નામકરણ કરવાનો કાર્યક્રમ રાજધાની દિલ્લીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલીએ વ્હાઇટ શર્ટની ઉપર જેકેટ પહેર્યું હતું. તો અનુષ્કા શર્મા બ્લુ કલરના ડ્રેસમાં જોવા મળી હતી.

આ દરમિયાન ઘોષણા કરવામાં આવી હતી કે, વિરાટ કોહલીના નામ પર પણ સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું અનાવરણ કરવામાં આવશે. સ્ટેડિયમમાં વિરાટ કોહલીનું સ્ટેન્ડ પણ જોવા મળશે. આ વચ્ચે ડીડીસીએના પ્રમુખ રજત શર્માએ ત્યાં હાજર રહેલા લોકો સાથે એક કિસ્સો શેર કર્યો હતો.

રજત શર્માએ જણાવ્યું હતું કે, વિરાટના પિતાના દેહાંત બાદ અરુણ જેટલી દિલ્લીના ઉત્તમનગરમાં કોહલીનું ઘર શોધતા-શોધતા પહોંચ્યા હતા. આ સમયે વિરાટ અંડર19 ટીમમાં હતા અને એક મેચ રમી રહ્યા હતા.

 

View this post on Instagram

 

Full of love and blessings ✨ #anushkasharma #viratkohli #ootd #ootdfashion #virushka #couplegoals #starstylestory #couplegoals💑

A post shared by Star Style Story (@starstylestory) on

શર્માએ વધુમાં જણાવ્યું હતું કે. વિરાટને તેના પિતાના નિધનના સમાચાર મળ્યા છતાં રમવાનું ચાલુ રાખી સારું પ્રદર્શન કર્યું હતું. આ બાબતે અરુણ જેટલીએ તારીફ કરીને કહ્યું હતું કે,વિરાટ એક દિવસ બહુ જ મોટું નામ કમાશે.

જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં અરુણ જેટલીના પરિવારજનોની સાથે-સાથે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને કિરણ રિજિજુ પણ શામેલ થયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks