ખબર મનોરંજન

પ્રેગનેન્સીમાં અનુષ્કા શર્માએ કર્યું શીર્ષાસન, વિરાટ પગ પકડેલી તસ્વીર થઇ વાયરલ

બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજકાલ ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરે છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. અનુષ્કા જલ્દી જ તેના પહેલા બાળકને જન્મ આપશે. જેને લઈને એક્ટ્રેસ ઘણી ચર્ચામાં છે. અનુષ્કા તેનો બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે ચડે છે. એક્ટ્રેસે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

હાલમાં જ અનુષ્કાએ એક તસ્વીર શેર કરી છે. જેમાં તે શીર્ષાસન કરતી  નજરે ચડે છે. અનુષ્કા પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ યોગ કરી રહી છે. આ આસન કરવામાં અનુષ્કાની મદદ વિરાટ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

આ તસ્વીર શેર કરતા અનુષ્કા શર્માએ કેપ્સનમાં લખ્યું હતું કે, આ કસરતમાં હાથ નીચે અને પગ ઉપર. આ સૌથી મુશ્કેલ છે. યોગ મારી જિંદગીનો સૌથી મોટો હિસ્સો છે. મને ડોકટરે સલાહ આપી છે કે હું બધા આસાન કરી શકું છું. જે હું પ્રેગ્નેન્ટ થતા પહેલા કરતી હતી. પરંતુ હવે ધ્યાન રાખીને કરી રહી છું. શીર્ષાસન જે હું ઘણા વર્ષોથી કરી રહી છું. હું વિચારતી હતી કે દીવાલનો સહારો લઈશ. પરંતુ મારા પતિએ મારો પૂરો સપોર્ટ કર્યો હતો. હાલ તો મારા યોગા ટીચરની દેખરેખમાં થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કા પહેલીવાર માતા બનશે. અનુષ્કા અને વિરાટ આ સમય ખૂબ સાવચેતી સાથે પસાર કરી રહ્યા છે. જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન પણ એક્ટિવ રહી છે. તે  શક્ય તેટલું પહેલાની જેમ ચલાવવાની કોશિશ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કા શર્માની આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અનુષ્કા શર્માએ પીકે, બેન્ડ બાજા બારાત, સુલતાન અને એ દિલ હૈ મુશ્કિલ જેવી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલમાં એક ખાસ ઓળખ બનાવી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અભિનેત્રી ક્લીન સ્લેટ ફિલ્મ્સના પ્રોડક્શન હાઉસની સહ-માલિક પણ છે. તેણે તાજેતરમાં જ નેટફ્લિક્સ ફિલ્મ બુલબુલ અને એમેઝોન પ્રાઇમ વેબ-સિરીઝ પાતળ લોકનું નિર્માણ કર્યું છે. અનુષ્કા શર્મા છેલ્લે શાહરૂખ ખાન સાથે 2018માં ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી.