ક્રિકેટ અને બૉલીવુડના સેલેબ્રિટીઓ પોતાની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખતા હોય છે, જેના કારણે તે બોડીગાર્ડ રાખે છે. ઘણા સીતારાઓના બોડીગાર્ડ તેમના ફેમેલી મેમ્બર જેવા બની જાય છે. સલમાન ખાનના બોડીગાર્ડ શેરા વિશે તો આપણે બધા જાણીએ જ છીએ, પરંતુ આજે અમે તમને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની અભિનેત્રી અને પ્રોડ્યુસર અનુષ્કા શર્માના બોડીગાર્ડ વિશે જણાવીશું.
અનુષ્કા શર્માના બોડીગાર્ડનું નામ પ્રકાશ સિંહ ઉર્ફ સોનુ છે. જે અનુષ્કાની સાથે હંમેશા પડછાયાની જેમ જ રહેતો હોય છે. સોનુ અનુષ્કા સાથે ઘણા વર્ષોથી તેની સુરક્ષામાં લાગેલો છે. ફિલ્મ સેટ હોય કે પછી કોઈ પબ્લિક મિટિંગ દરેક જગ્યાએ સોનુ અનુષ્કાની સુરક્ષા કરતો જોવા મળે છે.
અનુષ્કા શર્મા માટે સોનુ માત્ર એક બોડીગાર્ડ જ નથી. તેના પરિવારના સભ્ય જેવો છે. અનુષ્કા સોનુનો જન્મ દિવસ પણ ખુબ જ ધામધૂમથી ઉજવે છે. જયારે અનુષ્કા અને શાહરુખ ખાનની ફિલ્મ “ઝીરો”નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે અનુષ્કાએ સોનુ માટે ખાસ પાર્ટીનું પણ આયોજન કર્યું હતું.
અનુષ્કાના લગ્ન વિરાટ કોહલી સાથે થયા તેના બાદ પણ સોનુ અનુષ્કાની સુરક્ષામાં ફરજ બજાવી રહ્યો છે. ઘણીવાર પ્રકાશ અનુષ્કા અને વિરાટ બંનેને સુરક્ષા આપતો જોવા મળે છે.
વર્ષ 2018માં સામે આવેલા કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે જણાવવામાં આવ્યું હતું કે અનુષ્કા શર્મા સોનુને તેની સુરક્ષા માટે 1.2 કરોડ રૂપિયા વાર્ષિક પગાર આપે છે. પરંતુ હાલમાં કેટલો પગાર તેને મળી રહ્યો છે તેના વિશેની કોઈ જાણકારી નથી.