બૉલીવુડ એક્ટ્રેસે અને ક્રિકેટરની પત્ની અનુષ્કા શર્મા ભલે આજકાલ ફિલ્મોથી દૂર હોય પરંતુ તે હંમેશા ચર્ચામાં રહે છે. અનુષ્કા શર્મા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે તેના અને વિરાટ કોહલીની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
હાલમાં જ અનુષ્કા શર્મા મુંબઈમાં એલે ઇન્ડિયા બ્યુટી એવોર્ડમાં સામેલ થઇ હતી. આ એવોર્ડ સમારોહમાં તે બેહદ ખુબસુરત અંદાજમાં જોવા મળી હતી. આ એવોર્ડ નાઇટમાં બોલીવુડના સેલેબ્સનો મેળાવડો જામ્યો હતો.
આ એવોર્ડ શોમાં અનુષ્કાએ સફેદ કલરનું બેહદ ગ્લેમરસ ગાઉન પહેર્યું હતું. જ્યારે અનુષ્કાએ રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી ત્યારે બધાની નજર તેના પર અટકી ગઈ હતી. આ દરમિયાન અનુષ્કાએ ખુબસુરત પોઝ આપ્યા હતા.
અનુષ્કા શર્મા છેલ્લા ઘણા સમયથી બોલીવુડથી દૂર છે. અનુષ્કા શર્મા છેલ્લે શાહરુખ ખાન સાથે ‘ઝીરો’માં જોવા મળી હતી. અનુષ્કા 2018માં આવેલી ફિલ્મ ‘પરી’ અને ‘સંજુ’માં નજરે આવી હતી. હાલ તો અનુષ્કા શર્માના નવા પ્રોજેક્ટને લઈને કોઈ ખબર નથી આવી.
હાલ અનુષ્કા તેના પતિ વિરાટ કોહલી સાથે સમય વિતાવતી નજરે ચડે છે. સોશિયલ મીડિયામાં અનુષ્કા શર્મા તેના વેકેશનની તસ્વીર શેર કરી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.