જયારે કેમેરાને ભૂલીને વિરાટ કોહલીએ અનુષ્કા શર્માનો ખેંચ્યો દુપટ્ટો, ફેન્સ જોતા જ શરમાઈ ગયા

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડી ઇન્ડસ્ટ્રીના સૌથી ફેમસ કપલ્સ તરીકે ગણવામાં આવે છે. બંનેએ લગ્ન પછી પ્રોફેશન અને પર્સનલ લાઈફને જેવી રીતે સંભાળી છે તે પ્રશંસનીય છે.

થોડાક મહિના પહેલા જ અનુષ્કાએ એક છોકરીને જન્મ આપ્યો હતો જેનું નામ ‘વામિકી’ રાખ્યું હતું. આ દિવસોમાં વિરાટ અને અનુષ્કા ઇંગ્લેન્ડમાં છે અને સાથે રહીને ટાઈમ પસાર કરી રહ્યા છે.

અનુષ્કાએ થોડા સમય પહેલા જ વાળ કપાવ્યા હતા અને કહ્યું હતું કે છોકરીના જન્મ પછી વાળ ખરવાના શરુ થઇ ગયા હતા. તે દરમ્યાન વિરાટે અનુષ્કાની કેટલીક જૂની તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. તે તસવીર લેટેસ્ટ તો નથી પરંતુ જૂની છે. તે તસવીરમાં બંને ખુબ જ ક્યૂટ લાગી રહ્યા છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ચાહકો તેમની કેટલીક જૂની તસવીરો શેર કરી રહ્યા છે. બંનેની સુંદર તસવીરો virushka.destiny નામના એક ફેન પેજ પર શેર કરવામાં આવી હતી. પેજ પર તમને વિરાટ અને અનુષ્કાની લેટેસ્ટ તસવીરો પણ જોવા મળશે. તસવીર એ સમયની છે જયારે તે એક બીજાને ડેટ કરી રહ્યા હતા.

બંને તે સમયે ક્રિકેટર ઝહીર ખાનના રિસેપ્શનમાં ગયા હતા. ઝહીરના લગ્નમાં વિરાટ અને અનુષ્કા ખુબ જ મસ્તી કરતા નજર આવ્યા હતા. અનુષ્કાનો દુપટ્ટો ખેંચીને ડાન્સ કરતા તસવીરમાં જોઈ શકાય છે. ઝહીર અને સાગરિકાના રિસેપ્શનની બ્લેક એન્ડ વાઈટ તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે. ચાહકો તેમની આ તસ્વીર પર દિલ ખોલીને લાઇક્સ અને કોમેંટ્સ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે અનુષ્કાએ એક નવી પહેલ શરુ કરી છે જેમાં તેના મેટરનિટી કપડાં વેચી રહી છે. તેના એ સેલથી જમા થતા પૈસાથી અનુષ્કાએ સ્નેહા નામના ફાઉન્ડેશનથી પ્રેગ્નેન્ટ મહિલાઓની મદદ કરવાનું નક્કી કર્યું છે.

રિપોર્ટ્સના પ્રમાણે માનીએ તો અનુષ્કા તેની છોકરીના કારણે વર્ષ 2022 સુધી કામનો બ્રેક લીધો છે. તે થોડોક સમય તેની છોકરી વામિકાની સંભાળ રાખવા માંગે છે. સાથે જ અનુષ્કા તેના પ્રોડક્શન હાઉસ પર ધ્યાન આપી રહી છે. અનુષ્કાના પ્રોડક્શન હૉઉસથી જલ્દી ‘પાતાલ લોક 2’ અને ‘કાલા’સાથે બીજી ઘણી બધી ફિલ્મો બની રહી છે.

Patel Meet