મનોરંજન

એક નાના ગામડામાં અનુષ્કા અને વિરાટએ જમીન પર બેસીને પીધી ચા, લોકો ઓળખી નહતા શક્યા બંનેને- જુઓ તસ્વીરો

બાંગ્લાદેશ સાથે ચાલી રહેલ T-20 સિરીઝમાં વિરાટ કોહલી નથી રમી રહ્યા. એવામાં 5 નવેમ્બર એટલે કે તેના જન્મદિવસને સેલિબ્રેટ કરવા વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા સાથે ભૂટાન પહોંચ્યા છે. સોશિયલ મીડિમાં એક્ટિવ રહેતી અનુષ્કા શર્માએ બંનેની થોડી તસ્વીરો શેર કરી છે.

image source

ભૂટાનમાં ફરતા અનુષ્કા અને વિરાટની આ તસ્વીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. વિરાટના બર્થડેના અવસર પર બંને ભુટાનમાં શાંતીથી હોલીડે એન્જોય કરી રહ્યા છે. સાથે જ અનુષ્કાએ શેર કરેલ તસ્વીરો સાથે તેને એમના ટ્રેકિંગનો અનુભાવ પણ શેર કર્યો હતો. અનુષ્કાએ લખ્યું હતું કે આ અનુભવ તેમની માટે યાદગાર સાબિત થયો છે.

image source

શેર કરેલ તસ્વીરો સાથે અનુષ્કાએ કૅપ્શનમાં લખ્યું હતું કે, ‘આજે 8.5 કિલોમીટર ચાલીને અમે એક નાનકડા ગામડામાં પહોંચ્યા હતા.ત્યાં અમે એક જગ્યા પર ઉભા રહ્યા અને એક ગાયના વાછડાને ખાવાનું ખવડાવ્યું જે ફક્ત ચાર મહિનાનું જ હતું. અમે એવું કરી રહ્યા હતા ત્યારે એ ઘરના માલિકે અમને પૂછ્યું કે શું અમે થાકી ગયા છીએ અને ચા પીવાની ઈચ્છા છે?’

image source

‘તો અમે એ સુંદર અને પ્રેમાળ પરિવારના ઘરમાં ગયા, એ પરિવારને ખ્યાલ નહતો કે અમે કોણ છીએ છતાં એમને અમારું સ્વાગત ખુબ સારી રીતે કર્યું હતું. અમે ત્યાં થોડો સમય બેઠા ચા પીધી અને આટલા સમય સુધી એ પરિવાર અમને બસ થાકેલ મુસાફર સમજતા હતા.’

image source

અનુષ્કાએ આગળ લખ્યું હતું કે, ‘ જે લોકો મને અને વિરાટની ખુબ નજીકથી ઓળખે છે, એ લોકો જાણે છે કે અમને આવા સાદા, સિમ્પલ અને માણસાઈ વાળા કનેક્શન ખુબ જ પસંદ છે. અમને એ જોઈને ખુબ આનંદ થયો કે એ પરિવાર બે અજાણ્યા લોકો સાથે કેટલા પ્રેમથી વર્તન કર્યું અને એ લોકોને અમારી પાસે બીજી કોઈ અપેક્ષા પણ નહતી. જો જીવનનો સાચો અર્થ આ નથી તો મને નથી ખબર બીજો શું હોય શકે.આ એક એવો અનુભવ છે જે હંમેશા અમારા હ્ર્દયની ખુબ નજીક રહેશે.’

image source

અનુષ્કાએ તે પરિવારના લોકો સાથે તેની અને વિરાટની તસ્વીરો શેર કરી અને સાથેજ એ ટ્રેકિંગની બીજી તસ્વીરો પણ શેર કરી હતી. તસ્વીરોમાં બંને ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.