મનોરંજન

ગર્ભાવસ્થાના છેલ્લા છેલ્લા દિવસોમાં જાહેરાતની શૂટિંગ કરતી જોવા મળી અનુષ્કા શર્મા, વીડિયો થયો વાયરલ

અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અમુક જ દિવસોમાં માતા-પિતા બનવાના છે. અનુષ્કા જાન્યુઆરી મહિનામાં પહેલા બાળકને જન્મ આપી શકે તેમ છે. ગર્ભાવસ્થામાં અનુષ્કા પોતાના સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અમુક દિવસો પહેલા જ અનુષ્કા એક વિજ્ઞાપનની જાહેરાત માટે સ્ટુડિયોની બહાર જોવા મળી હતી. એવામાં એકવાર ફરીથી અનુષ્કાએ એક વિજ્ઞાપનની શૂટિંગ કરી છે.જેનો વીડિયો અનુષ્કાએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વીડિયોમાં ગર્ભવતી અનુષ્કા સોફા પર આરામ કરવાના મૂડમાં દેખાઈ રહી છે. અમુક કામ માટે ઘરની બહાર જવાની ઈચ્છા ન થવા પર તેને જાણ થાય છે કે તે આ કામ ઘરે બેઠા જ ફોન દ્વારા કરી શકે તેમ છે. જેના પછી તે પોતાનું કામ પૂર્ણ કરીને ફરીથી સોફા પર આરામ કરવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઈએ કે અનુષ્કાની આ જાહેરાત KYC ઇન્સીયોરેન્સની છે. જેનું ખાતું ખોલવા માટે તમે બેન્કની મુલાકાતે ગયા વગર જ ઘરે બેઠા ફોન દ્વારા જ કરી શકો છો.અમુક દિવસો પહેલા અનુષ્કાએ પોતાનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે વર્કઆઉટ કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)


ગર્ભાવસ્થાના છેલ્લા છેલ્લા દિસવોમાં પણ અનુષ્કાની ફિટનેસ પર જરા પણ ખામી નથી આવી. વીડિયોમાં અનુષ્કાએ વ્હાઇટ ટોપ અને જેગિંગ્સ પહેરી રાખી છે અને ટ્રેડમિલ પર ચાલી રહી છે. અનુષ્કાના આ વીડિયોને પણ ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. તમે પણ જુઓ અનુષ્કાનો જાહેરાતનો વિડીયો.