કિંગ કોહલીના જન્મ દિવસે ભાભી અનુષ્કા શર્માએ શેર કરી વિરાટ કોહલીની એવી એવી ફની તસવીરો કે જોઈને તમે પણ હેરાન રહી જશો.. જુઓ

હાલ ઓસ્ટ્રેલિયાની અંદર ટી-20નો મહાજંગ ચાલી રહ્યો છે અને તેમાં ભારતીય ટીમ ખુબ જ સારું પર્ફોમ પણ કરી રહી છે. જેમાં વિરાટ કોહલી પણ હવે તેના ફોર્મમાં પરત આવી ગયો છે અને તેણે પણ 4માંથી 3 મેચમાં 50+ રન બનાવ્યા છે. ત્યારે આજે કિંગ કોહલીનો જન્મ દિવસ છે અને તેનું દુનિયાભરમાં ફેલાયેલું ફેન ફોલોઇંગ તેને જન્મ દિવસની શુભકામનાઓ આપી રહ્યું છે. તેના ચાહકો, સાથી ક્રિકેટરો અને બીજા સેલેબ્સ પણ વિરાટને અલગ અલગ રીતે જન્મ દિવસની શુભકામના પાઠવી રહ્યા છે.

પરંતુ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ તો વિરાટના જન્મ દિવસને તેના માટે જ નહીં પરંતુ ચાહકો માટે પણ ખાસ બનાવી દીધો. અનુષ્કાએ સોશિયલ મીડિયામાં વિરાટની કયારેય ના જોયેલી તસવીરો શેર કરી છે. જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે અને આ તસવીરો ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

અનુષ્કાએ આ તસવીરો શેર કરવાની સાથે ચાહકોના દિલ જીતી લેનારું એક કેપશન પણ લખ્યું છે, તેને લખ્યું છે કે, “આજે તમારો જન્મ દિવસ છે મારા પ્રેમ. તો સ્વાભવિક છે કે મેં તમારા માટે સૌથી શ્રેષ્ઠ એન્ગલ અને તસવીરો પસંદ કરી છે. દરેક રાજ્ય અને રસ્તા પર તમારો પ્રેમ !” અનુષ્કાએ વિરાટના થોડા ફની અને અલગ અલગ એન્ગલના ફોટો શેર કર્યા છે.

એક તસ્વીરમાં વિરાટ હેલ્મેટની અંદરથી ફની રીતે જોતો જોવા મળી રહ્યો છે, તો બીજી એક તસ્વીરમાં તે ફની પોઝ આપતો અને હાથમાં એક થેલી તેમજ જૂતા પકડીને જોતો જોવા મળી રહ્યો છે. તો ત્રીજી તસ્વીરમાં વિરાટ બેડ પર આંખો ખુલ્લી રાખીને સુઈ રહેલો જોવા મળી રહ્યો છે. અનુષ્કાએ શેર કરેલી છેલ્લી તસવીર ચાહકોના દિલ જીતી લેનારી બની છે.

આ તસ્વીરમાં તે વામિકાને ખોળામાં લઈને બેઠેલો જોવા મળી રહ્યો છે અને કેમેરા સામે ફની ફેસ કરીને પોઝ આપી રહ્યો છે, જો કે અનુષ્કાએ વામિકાનું મોઢું એક હાર્ટ ઈમોજી દ્વારા ઢાંકી દીધું છે. પરંતુ ચાહકો હવે આ તસવીરો પર ખુબ જ પ્રેમ લૂંટાવી રહ્યા છે. કોમેન્ટની અંદર ઘણા બધા લોકોએ હસવાના ઈમોજી પોસ્ટ કર્યા છે અને અત્યાર સુધી લાખો લોકો તેને લાઈક કરી ચુક્યા છે.

Niraj Patel