મનોરંજન

વિરાટ કોહલી પહેલા આ ફેમસ વ્યક્તિ જોડે હતું અનુષ્કાનું ચક્કર,નામ જાણીને ચોંકી જશો…

વિરાટ પહેલા આ વ્યક્તિ માટે ધડકતું હતું અનુષ્કાનું દિલ, બે વર્ષ સુધી ચાલ્યું લફરું- જુઓ તસ્વીરો

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના કલાકારો પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના વ્યક્તિગત જીવનને લીધે પણ ચર્ચામાં બનેલા રહે છે. ખાસ કરીને તેઓના અફેર્સ વિશે જાણવાની લોકોને ખુબ જ ઉત્સુક્તા હોય છે. એવી જ એક બાબત અભિનેત્રી અનુષ્કા શર્માની પણ છે, જેની કદાચ તમને જાણ નહીં હોય.

Image Source

બોલીવુડમાં આવ્યા પછી અનુષ્કાનું નામ રણવીર સિંહ, શાહિદ કપૂર, ક્રિકેટર સુરેશ રૈના, રણબીર કપૂર, અર્જુન કપૂર જેવા કલાકારો  સાથે જોડાયું હતું પણ બોલીવુડમાં આવતા પહેલા અનુષ્કા શર્મા એક ભારતીય ક્રિકેટરને ડેટ કરી રહી હતી. આ ક્રિકેટર વિરાટ કોહલી નહિ પણ જોહેબ યુસુફ છે.

Image Source

આજે અનુષ્કાએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે પણ એક સમય એવો પણ હતો કે અનુષ્કાનું દિલ જોહેબ માટે ધડકતું હતું. આવો તો જાણીએ અનુસ્કા-જોહેબની લવ-સ્ટોરી વિશે.

Image Source

આ વાત ત્યારની છે જયારે અનુષ્કા ફિલ્મોમાં આવવાની હરોળમાં હતી અને મૉડેલિંગ કરી રહી હતી. જો કે તે સમયે અનુષ્કા રેમ્પ અને એડ ફિલ્મોમાં પણ સક્રિય હતી. મૉડેલિંગના સમયમાં જ અનુષ્કા અને જોહેબની મુલાકાત થઇ હતી. જેના પછી બંન્ને મુંબઈ આવ્યા અને બે વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી.

Image Source

જેના પછી અનુષ્કાને શાહરુખ ખાન સાથેની ફિલ્મ ‘રબને બનાદી જોડી’ ની ઓફર મળી. જેના પછી અનુષ્કા પોતાની કારકિર્દીમાં આગળ વધતી ગઈ અને જોહેબને પાછળ છોડતી ગઈ અને બંન્ને અલગ થઇ ગયા.

Image Source

હાલ અનુષ્કા પતિ વિરાટ કોહલી સાથે લગ્નજીવન વ્યતીત કરી રહી છે અને સાત મહિનાથી ગર્ભવતી છે. અનુષ્કા જલ્દી જ બાળકને જન્મ આપવાની છે. હાલ અનુષ્કા પાસે એકપણ પ્રોજેક્ટ નથી પણ તે અમુક દિવસો પહેલા જ એડ શૂટ માટે સ્ટુડિયો પહોંચી હતી. આ સમયે અનુષ્કાએ બ્લુ રંગનો ડ્રેસ પહેરી રાખ્યો હતો અને તેનો બૅબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.