CSK સામે વિરાટ કોહલીના ક્લીન બોલ્ડ થતા જ અનુષ્કા શર્માએ આપ્યા એવા રિએક્શન કે કેમેરામાં કેદ થઇ ગઈ આખી ઘટના, જુઓ વીડિયો

પતિ વિરાટ કોહલી ક્લીન બોલ્ડ થતા જ પત્ની અનુષ્કા શર્માના પણ ઉડ્યા હોશ, જુઓ વીડિયોમાં કેવા હતા તેના રિએક્શન

ગઈકાલે આઈપીએલમાં એક જબરદસ્ત મેચ યોજાઈ જેની દર્શકો છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ મેચ હતી ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચલેન્જર બેંગ્લોર વચ્ચે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી હાઈ-સ્કોરિંગ મેચમાં ચેન્નાઈ 8 રનથી વિજયી બની હતી. CSKએ 226/7નો સ્કોર બનાવ્યો અને RCBએ 218/8નો સ્કોર સુધી જ પહોંચી શકી.

આ મેચમાં RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું. તે 4 બોલમાં માત્ર 6 રન બનાવીને બોલ્ડ થયો હતો. તેણે ઝડપી શરૂઆત કરી હતી પરંતુ આકાશ સિંહે ટૂંક સમયમાં તેની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. ઓપનર તરીકે આવતા કોહલીએ આકાશ દ્વારા ફેંકવામાં આવેલી પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર બે રન લીધા. તેણે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો.

ત્રીજા બોલ પર તે કોઈ રન બનાવી શક્યો નહોતો. કોહલીને ચોથો બોલ લેગ સ્ટમ્પ લાઇનમાં મળ્યો, ત્યારબાદ તેણે સ્ટમ્પ છોડીને શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ગોથું ખાઈ ગયો. બેટ સાથે અથડાયા બાદ બોલ પેડ્સ પર અથડાય છે અને પછી સ્ટમ્પ પર અથડાય છે. કોહલી બોલ્ડ થતા જ આરસીબીના ચાહકો દુઃખી થઈ ગયા હતા.

સ્ટેડિયમમાં હાજર વિરાટની પત્ની અનુષ્કા શર્માના પણ હોશ ઉડી ગયા. અનુષ્કાની પ્રતિક્રિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે કોહલીએ IPLની 16મી સીઝનમાં અસરકારક પ્રદર્શન કર્યું છે. તેણે પાંચ મેચમાં 220 રન બનાવ્યા છે. તેણે ત્રણ અડધી સદીની ઇનિંગ્સ રમી છે. કોહલીએ મુંબઈ સામે અણનમ 82, લખનૌ સામે 61 અને દિલ્હી સામે 50 રન બનાવ્યા હતા.

વાત કરીએ અનુષ્કાના ફિલ્મી કેરિયરની તો અનુષ્કા શર્માએ બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત શાહરૂખ ખાન સાથે કરી હતી. અનુષ્કા શર્માની પહેલી ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી, ત્યારપછી તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે. આગામી સમયમાં અનુષ્કા શર્મા લાંબા બ્રેક બાદ ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’માં જોવા મળવાની છે.

Niraj Patel