ખબર ફિલ્મી દુનિયા

લગાતાર શૂટ કરી રહી છે પ્રેગનેન્ટ અનુષ્કા શર્મા, નવી તસ્વીર જોઈને ફેન્સ બોલ્યા એક ઇંચ પણ વજન નથી વધ્યું

અનુષ્કા શર્માની તસ્વીર જોઈને ફેન્સ થયા હેરાન, બોલ્યા લાગતું નથી કે 8 મહિનાની પ્રેગનેન્ટ છો

બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા દુબઇથી પરત ફર્યા બાદ લગાતાર શૂટિંગ કરી રહી છે. સોશિયલ મીડિયામાં તેના પ્રેગનેન્સી લુકની તસ્વીર વાયરલ થઇ રહી છે. અનુષ્કા શર્મા જ જલદી જ તેના પહેલા બાળકને જન્મ આપશે. આ પહેલા તે બધા કામ પુરા કરવા માંગે છે. છેલ્લા ઘણા દિવસથી અનુષ્કાની તસ્વીર લગાતાર સામે આવી રહી છે. હાલમાં જ અનુષ્કા શર્માની તસ્વીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.

જાહેરાત માટેના શૂટમાં પહોંચેલી અનુષ્કા આ તસ્વીરમાં વેનિટી વેનમાંથી ઉતરતી નજરે આવી રહી છે. આ તસ્વીરમાં તે યલો શોર્ટ ડ્રેસ પહેરેલી નજરે આવે છે. આ એમ્બ્રોડરી વાળા ડ્રેસ સાથે મિડલ પાર્ટિંગ સાથે વાળ ખુલ્લા અને હૂપ ઈયરરિંગ અને સ્નીકર્સ સાથે લુકને પૂર્ણ કર્યો હતો. વેનિટીની બહાર આવતા જ અનુષ્કા કેમેરા સામે જોઈને સ્માઈલ કરતી નજરે આવી હતી. અનુષ્કાની આ તસ્વીર ફેન્સને બહુ જ પસંદ આવી રહી છે. તો બીજી તરફ અનુષ્કાની ફિટનેસ જોઈને પણ હેરાન થઇ ગયા હતા.

અનુષ્કાના ફેન્સનું કહેવું છે કે, તેને જોઈને લાગે નહીં કે, તેનું એક ઇંચ પણ વજન વધ્યું હોય. એક ફેન્સે કમેન્ટ કરી લખ્યું હતું કે,આ 8 મહિનાની પ્રેગનેન્ટ નથી લાગતી, હજુ પણ પહેલા જેવી છે. તો ઘણા ફેન્સ અનુષ્કાની ક્યૂટ સ્માઈલ પર ફિદા થઇ ગયા હતા.

આ પહેલા પણ મંગળવારે અનુષ્કા સેટ પર સ્પોટ થઇ હતી. આ દરમિયાન અનુષ્કા વ્હાઇટ શોર્ટ ડ્રેસ સાથે જેકેટ પહેર્યું હતું. આ દરમિયાન અનુષ્કાએ માસ્ક પણ પહેર્યું હતું. આ ડ્રેસમાં અનુષ્કાનો બેબી બંપ સાફ નજરે આવ્યો હતો.

અનુષ્કા આઇપીએલ દરમિયાન પણ અલગ લુકમાં નજરે આવી હતી. માહિતી મળી રહી છે કે, અનુષ્કા ડીલેવરી બાદ મેં 2021માં કામમાં પરત ફરશે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેશે.

થોડા દિવસો પહેલા વિરાટને પૂછવામાં આવ્યું હતું કે જાન્યુઆરીમાં તમારા ઘરે નવું મહેમાનો આવે છે તો તમને કેવું લાગે છે? આ સવાલનો જવાબ આપતી વખતે વિરાટે કહ્યું હતું કે તેને આ વાતની જાણ થઈ ત્યારથી તેની ખુશી વ્યક્ત કરી શકતો નથી. તેણે કહ્યું હતું, ‘તે એક અતુલ્ય લાગણી છે. આપણે કેવું અનુભવીએ છીએ તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે.

જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 12 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. કપલના લગ્ન ઘણા સિક્રેટ રહ્યા હતા. બંને એક જાહેરાતના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. આ બાદ એકબીજા સાથેની મુલાકાત પ્રેમમાં પરિણમી હતી.