મનોરંજન

અનુષ્કા શેટ્ટીએ પ્રભાસને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું : “પ્રભાસને રાત્રે 3 વાગે…” વાંચો સમગ્ર મામલો

બાહુબલી ફિલ્મના સુપર સ્ટાર પ્રભાસ અને એજ ફિલ્મની દેવસેના એટલે કે અનુષ્કા શેટ્ટીના અફેરના સમાચાર છેલ્લા ઘણા સમયથી સાંભળવા મળે છે. કેટલાક રિપોર્ટ પ્રમાણે એમ પણ કહેવામાં આવ્યું ચેહ કે એ બંને રિલેશનમાં છે. પડદા ઉપર તો આ બંનેની જોડીને ચાહકો ખુબ જ પસંદ કરે છે. આ બનેંના અફેરની વચ્ચે હવે અનુષ્કાએ પ્રભાસ વિશેના પોતાના સંબંધોને લઈને મોટો ખુલાસો કર્યો છે.

Image Source

એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ જણાવ્યું હતું કે ” હું પ્રભાસને છેલ્લા 15 વર્ષથી ઓળખું છું અને એ મારો મિત્ર છે જેની સાથે હું સવારમાં 3 વાગે પણ વાત કરી શકું છું, અમે બંને સામાન્ય રીતે જ જડાયેલા છીએ કારણ કે અમે બંને અપરણિત છીએ અને ઓન સ્ક્રીન અમારી જોડી પણ સારી છે, જો અમર બંને વચ્ચે કંઈક એવું હોતું તો અત્યાર સુધી ખબર પડી ગઈ હોત. અમે બંને એક જ પ્રકારના છીએ જે પોતાની ભાવનાઓને નથી છુપાવતા.”

Image Source

થોડા સમય પહેલા એવા સમાચાર પણ આવ્યા હતા કે આભિનેતી અનુષ્કાનું અફેર એક છૂટાછેડા થયેલા ડાયરેક્ટર સાથે ચાલી રહ્યું હતું અને એ બંને જલ્દી જ લગ્ન કરવાના હતા. આ બાબતે એક ન્યુઝ ચેનલ સાથે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા અનુષ્કાએ કહ્યું હતું કે: “મને સમજાઈ નથી રહ્યું કે કોઈ આવી રીતે સમાચાર કેવી રીતે લખી શકે છે? જો કોઈ તેમના વિશે ખોટી ખબર લખે છે તો તેનાથી તેમના પરિવાર ઉપર પણ પ્રભાવ પડે છે. લોકોને આ વિશે ખબર હોવી જોઈએ.”

Image Source

પ્રભાસે પણ પોતાનું નામ અનુષ્કા સાથે જોડાવવાના કીસ્સમાં જણાવ્યું હતું કે: “અમે ફક્ત સારા મિત્રો છીએ, પરંતુ જો આનાથી વધારે અમારી વચ્ચે કઈ હોત તો છેલ્લા 2 વર્ષમાં કોઈએ અમને સાથે જોયા નહોતા” વધુમાં પ્રભાસે જણાવ્યું હતું કે “કરણ જોહરના શીની અંદર મને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, મેં રાજામૌલી અને રાણા દગ્ગુબાતીને તેનો જવાબ પણ આપ્યો હતો” તેને ત્યાં કહ્યું હતું કે “અમારી વચ્ચે એવું કાંઈજ નથી.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.