મનોરંજન

બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે આવી અનુષ્કા શર્મા, સોશિયલ મીડિયા પર તસ્વીર થઇ વાયરલ

પ્રેગ્નનેન્સીનો આનંદ લેતી નજરે પડી અનુષ્કા, ચાહકો બોલ્યા પ્રેગ્નન્સીમાં ક્યુટનેસ તો જુઓ કેવી વધી ગઈ

ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અને બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તેની પ્રેગ્નનેન્સીને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. આજકાલ તે તેના પ્રેગનેન્સીના સમયનો આનંદ માણી રહી છે. અનુષ્કા જલ્દી જ તેના પહેલા બાળકને જન્મ આપશે. આ સમય દરમિયાન અનુષ્કા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. આજકાલ અનુષ્કાની બેબી બંપ ફ્લોન્ટ કરતી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.

હાલમાં જ અનુષ્કા શર્માની ટિમ મેમ્બર સાથેની તસ્વીર સામે આવી છે. અનુષ્કા પ્રેગનેન્સીમાં પણ કામ કરી છે. અનુષ્કાના હેર સ્ટાઇલીશએ આ તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, આ કંઈક એવું દેખાઈ રહ્યું છે જેમકે જનરલ હોસ્પિટલ હોય. આ તસ્વીર જોઈને તમે પણ એક મિનિટ માટે અચંબામાં પડી જશો કે, આ તસ્વીર હોસ્પિટલની છે કે ફિલ્મના સેટની.

 

View this post on Instagram

 

A post shared by Gabriel Georgiou (@georgiougabriel)

તસ્વીરમાં ટિમના મેમ્બર પીપીઈ કીટ પહેરેલા જોવા મળે છે. તે જ સમયે, અનુષ્કા શર્માએ પિંક ડ્રેસ પહેર્યો છે. જેમાં તે પોતાના બેબી બંપને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ ફોટામાં અનુષ્કા ખરેખર સુંદર લાગી રહી છે. આ પહેલા અનુષ્કાની હેરસ્ટાઇલીશે એક્ટ્રેસનો બીજો ફોટો શેર કર્યો હતો. આમાં તે અનુષ્કાનો મેકઅપ કરતી જોવા મળી હતી. અરીસામાં અનુષ્કાનો ચહેરો દેખાઈ રહ્યો હતો અને ટેબલ પર મેકઅપના બ્રશ નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Gabriel Georgiou (@georgiougabriel)

અનુષ્કા શર્મા આ સમયે સેટ પર સંપૂર્ણ સાવધાની સાથે કામ કરી રહી છે. તેઓએ તેના ફોટા પણ શેર કર્યા હતા. આ સિવાય અનુષ્કાએ એક મુલાકાતમાં પણ આ અંગે ચર્ચા કરી હતી. તેણે કહ્યું કે શૂટ દરમિયાન સેટ પર હાજર તમામ લોકો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

પ્રેગનેન્સીના કારણે અનુષ્કાની વિશેષ કાળજી લેવામાં આવી હતી. શૂટિંગમાં આવતાં પહેલાં તે વ્યક્તિગત રીતે ખાતરી કરવા માંગતી હતી કે કોઈ બેદરકારી ન કરવામાં આવે. ટીમે કોરોના સામે જીતવા તમામ સાવચેતી રાખી હતી. ટીમની આ સાવચેતી માટે અનુષ્કાએ આભાર વ્યક્ત કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં તમે બધાએ સાથ આપ્યો અને કોરોનાથી જોડાયેલા તમામ નિયમનું પાલન કર્યું.

અનુષ્કાએ તેની પોસ્ટ ડીલેવરી બાબતે પણ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ દરમિયાન જણાવ્યું હતું કે, તે બાળક, ઘર અને કામ વચ્ચે સંતુલન કરવાની પુરી કોશિશ કરશે. કામ પર પરત ફરવાને લઈને જયારે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેને કહ્યું હતું કે, તે કામ પર પરત ફરશે. વધુમાં અનુષ્કાએ કહ્યું હતું કે, હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી કામ કરતી રહીશ. મને એક્ટિંગથી ખુશી મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sharma (@nushkiefc)