સ્ટાર બેટ્સમેન અને ભારતીય ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલીને કારનો બેહદ શોખ છે. આજના જમાનાનો ઉમદા ક્રિકેટર છે. વિરાટ કોહલી પાસે કારનું મોટું કલેક્શન છે. તો બીજી તરફ બોલીવુડની અભિનેત્રી અને વિરાટ કોહલીની જીવનસંગીની અનુષ્કા શર્માને પણ કારનો બેહદ શોખ છે.

વિરાટ કોહલી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા બાદ મુંબઈ શિફ્ટ થઇ ગયો છે. વિરાટ કોહલી પાસે કારના કલેક્શનની વાત કરીએ તો તેની પાસે ઓડી R8, Bentley Continental, લેન્ડ રોવર રેન્જ રોવર જેવી શાનદાર લકઝરી કાર છે. તો કોહલી પાસે રેનલટ ડસ્ટર અને ફોરચુનર પણ છે.

કોહલી ગયા વર્ષે દિલ્લીના રોડ પર સફેદ કલરની Bentley Continental Flying ચલાવતો નજરે ચડ્યો હતો. ત્યારે કોહલીએ નવી સુપર લકઝરી Bentley કાર ખરીદી છે.ખબરો અનુસાર વિરાટ કોહલીએ ચાર દરવાજા વાળી લકઝરી Bentley Continental Flying Spur ખરીદી છે. પરંતુ એ ખબર નથી પડી કે કોહલીએ પાસે કયું મોડેલ લીધું છે. ભારતમાં Bentley Continental Flying Spur બેઝ મોડલની એકસ શો રૂમ કિંમત 3.41 કરોડ રૂપિયા છે. તો ટોપ મોડેલની કિંમત 3.93 કરોડ રૂપિયા છે. Bentley Continental Flying Spurની બેઝ મોડેલની કિંમત 4 કરોડ રૂપિયા છે અને ટોપ મોડેલની કિંમત 4.6 કરોડ ઓનરોડ છે.

વિરાટ જે Bentley Continental Flying Spur કાર ચલાવતો હતો. એ કાર બ્લુ કલરની છે.પરંતુ લાઇટિંગ કલેક્શનમાં તે કાળા કલરની દેખાઈ છે. વિરાટ તેની પત્ની અનુષ્કા સાથે એરપોર્ટથી આવી રહ્યો હતો ત્યારે કેમેરામાં કેદ થયો હતો.

વિરાટના અને અનુષ્કાના કારણ કલેક્શન જોઈએ તો.વિરાટ પાસે Bentley Continental Flying Spur, Bentley Continental GTની સાથોસાથ હાલમાં જ આવેલી BMW-7 પણ ખરીદી હતી.કોહલીના ગેરેજમાં ઓડી R8 V 10,ઓડી Q 7લેન્ડ રોવર રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી, ઓડી A8L, ઓડી RS5, ઓડીS5 જેવી લકઝરી કાર છે.

તો અનુષ્કા શર્માની વાત કરીએ તો તેની પાસે રોવર રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી,જેવી લકઝરી કાર છે.જેની કિંમત 2.08 કરોડ રૂપિયા છે. તેના સિવાય અનુષ્કા પાસે બીએમ ડબ્લ્યુ 7 સિરીઝની સેડાન કાર છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App