મનોરંજન

એક સમયે ‘બાહુબલી’ સાથે જોડાયું હતું નામ, હવે આ ક્રિકેટરે સાથે ફરવા જઈ રહી છે 7 ફેરા?

અનુષ્કા શેટ્ટી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. તેના સિવાય અનુષ્કાને સાઉથની સૌથી મોંઘી હિરોઈન પણ કહેવામાં આવે છે. ફિલ્મ બાહુબલી પછી અનુષ્કા શેટ્ટીને દેવસેનાના નામે પણ જાણવામાં આવે છે. આજે અમે તમને અનુષ્કા શેટ્ટીની અમુક ખાસ વાતો અને તેની એવી બોલ્ડ તસ્વીરો દેખાડીશું જે તમે ક્યારેય પણ જોઈ નહિ હોય.

‘બાહુબલી’ ફિલ્મમાં દેવસેનાનો રોલ પ્લે કરીને ફેમસ થયેલી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પોતાની પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. પહેલા તેનું નામ ‘બાહુબલી’માં કો-એક્ટર રહી ચૂકેલા પ્રભાસ સાથે જોડાતું હતું. તેવું પણ કહેવાતું હતું કે પ્રભાસ અને અનુષ્કા ટૂંક સમયમાં જ લગ્ન કરી લેશે.

પણ પ્રભાસ કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં ગેસ્ટ બનીને પહોંચ્યો ત્યારે અભિનેત્રીએ ટોકશો દરમિયાન આ વાતને અફવા ગણાવીને ફગાવી દીધી હતી. હવે લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે, અનુષ્કા શેટ્ટીનું નામ ભારતીય ક્રિકેટ ટીમના એક ક્રિકેટર સાથે જોડાયું છે અને બંને લગ્ન પણ કરી શકે છે.

અનુષ્કાનો જન્મ 7 નવેમ્બર 1981 ના રોજ કર્ણાટકના બેંગ્લોર શહેરમાં થયો હતો. અનુષ્કાને પ્રકૃતિ આધારિત કવિતાઓ અને લેખો સંગ્રહિત કરવું ખુબ જ પસંદ છે.

અનુષ્કા શેટ્ટી સાઉથ ફિલ્મોની સુંદર અદાકારોઆમાં શામિલ છે. ફિલ્મ બાહુબલી પછી તેનું નામ અભિનેતા પ્રભાસ સાથે પણ જોડાવા લાગ્યું હતું. અનુષ્કાને ફિલ્મોમાં કામ કરવાનો મૌકો પણ અચાનકથી જ મળ્યો હતો. ફિલ્મ ડાયરેકટર જગન્નાથ પુરી પોતાની ફિલ્મ માટે એક નવા ચેહરાની શોધ કરી રહ્યા હતા અને તે સમયે ભારત ઠાકુરે જ અનુષ્કા શેટ્ટીની જાણ જગન્નાથને કરી હતી.

વર્ષ 2015 માં અનુષ્કાને હૈદરાબાદ ટાઇમ્સ દ્વારા Most Desirable woman ના સ્વરૂપે પસંદ કરવામાં આવી હતી. વર્ષ 2009 માં અનુષ્કા ફિલ્મ ફેંટશી અરુન્ધતીમાં ડબલ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં પોતાના દમદાર અભિનય માટે અનુષ્કાને સાઉથના ફિલ્મ ફેર સર્વશ્રષ્ઠ અભિનેત્રીનો ઍવોર્ડ મળ્યો હતો અને તેની સાથે જ નાન્દી પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. પહેલી ફિલ્મથી અનુષ્કાને વધારે નામના મળી ન હતી. પણ વર્ષ 2006 માં એસ. એસ. રાજામૌલીની ફિલ્મ વિક્રમારકુદુથી અનુષ્કાને એક નવી ઓળખ મળી હતી.

તેના પછી અનુષ્કાએ લગાતાર સફળ ફિલ્મો આપી હતી. જેમાં વર્ષ 2007 માં ફિલ્મ લક્ષમય 2008 માં સૌર્યમ અને ચિન્તાકાયલ રવિ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. અનુષ્કા શેટ્ટી સાઉથ ફિલ્મોની એક એવી અભિનેત્રી છે જેણે એસ.એસ. રાજામૌલીની સાથે સૌથી વધારે ફિલ્મો કરી છે.

ફિલ્મોમાં આવતા પહેલા અનુષ્કા એક યોગ પ્રશિક્ષક પણ હતી. અનુષ્કાએ યોગની શિક્ષા પ્રસિદ્ધ યોગ પ્રશિક્ષક ભારત ઠાકુર પાસેથી લીધી છે. પ્રભાસ સિવાય અનુષ્કા શેટ્ટીનું નામ ચર્ચિત નિર્દેશક કૃષ સાથે પણ એક સમયે જોડવામાં આવ્યું હતું.

બાહુબલી ફેમ અનુષ્કા શેટ્ટી સાઉથની મશહૂર એક્ટ્રેસ પૈકી એક છે. અનુષ્કા શેટ્ટી જેટલી પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં નથી રહેતી તેટલી તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. આ ફિલ્મ બાહુબલીમાં અનુષ્કાના દેવ સેનાનો રોલ લોકોને બહુજ પસંદ આવ્યો હતો. આ ફિલ્મમાં કો-એક્ટર પ્રભાસ સાથે તેની જોડી બહુ જ હિટ રહી હતી.

આ રીલ જોડી એટલી બધી હિટ હતી કે, લોકો તેને રિયલ જોડી માનવા લાગ્યા હતા. પ્રભાસ અને અનુષ્કાના અફેરની ખબરે ઘણા દિવસો સુધી ચર્ચામાં રહી હતી. આ બાળ 019માં ‘કોફી વિથ કરણ’માં પ્રભાસે અનુષ્કા શેટ્ટીના અફેરની ખબરને કારણે ફુલસ્ટોપ લગાવી દીધું હતું. હાલ જ અનુષ્કા શેટ્ટીને લઈને ખબર આવી છે કે, તે કોઈ ઇન્ડિયન ક્રિકેટરને ડેટ કરી રહી છે. ખબરોમાં તે પણ કહેવામાં આવી રહ્યું છે કે, એક્ટ્રેસ તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે. પરંતુ હજુ સુધી ક્રિકેટરનું નામ સામે નથી આવ્યું. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, ક્રિકેટર નોર્થનો છે.

જણાવી દઈએ કે, અનુષ્કા અને પ્રભાસના રિલેશનશિપને લઈને ઘણી ચર્ચા થઇ હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અનુષ્કા 20115માં લગ્ન કરવાની હતી પરંતુ પ્રભાસે કોઈ કારણોસર આ લગ્ન રોકાવી દીધા હતા. જેના કારણે એક્ટ્રેસના લગ્ન થઇ રહ્યા ના હતા. અનુષ્કાના લગ્ન રોકાવવા પાછળનું કારણ એ હતું કે, પ્રભાસ ઈચ્છતો હતો કે, અનુષ્કા ‘ બાહૂબલી’ના શૂટિંગમાં ધ્યાન આપે. પ્રભાસ ખુદ પણ આ ફિલ્મને લઈને ઘણો સિરિયસ હતો. કહેવામાં આવે છે કે, આ ફિલ્મ માટે પ્રભાસે લન 5 વર્ષ સુધી લગ્ન કર્યા ના હતા.

 

View this post on Instagram

 

A post shared by AnushkaShetty (@anushkashettyofficial) on

હાલ તો અનુષ્કા તેની ફિલ્મી પ્રોજેક્ટને લઈને ઘણી વ્યસ્ત છે. અનુષ્કા આગામી દિવસમાં ફિલ્મ ‘ ‘નિશબ્દમ’ માં નજરે આવશે. આ ફિલ્મમાં અનુષ્કા સાથે આર માધવન લીડ રોલમાં છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મ ‘નિશબ્દમ’ એક સાઇલેન્ટ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં અનુષ્કા મ્યુટ આર્ટિસ્ટનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. હાલ તો અનુષ્કા આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે, અનુષ્કા સ્ટાર ફિલ્મ ‘નિશબ્દમ’ દુનિયાભરમાં રિલીઝ થશે. આ ફિલ્મ તેલુગુ, અંગ્રેજી, તમિલ હિન્દી અને મલયાલમમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન હેમંત મધુકરે કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaShetty (@anushkashettyofficial) on

આગળના ઘણા દિવસોથી ફિલ્મ બાહુબલીની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી ચર્ચાનો વિષય બનેલી છે. ખબર એ હતી કે અનુષ્કા શેટ્ટીનું અફેર ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યાં’ ના ડાયરેક્ટર પ્રકાશ કોવેલામુડી સાથે ચાલી રહ્યું છે. એવામાં આવી અફવાઓ પર પોતાની ચુપ્પી તોડતા અનુષ્કાનું નિવેદન સામે આવ્યું છે અને નારાજગી વ્યક્ત કરી છે.

Image Source

ખબર હતી કે અનુષ્કા જલ્દી જ છૂટાછેડા થયેલા ડાયરેકર પ્રકાશ સાથે લગ્ન કરવાની તૈયારીઓમાં લાગેલી છે. એવામાં પોતાની ચુપ્પી તોડતા અનુષ્કાએ અફવાઓ પર વિરામ લગાવ્યું છે. તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પ્રકાશ કોવેલામુડી અનુષ્કા શેટ્ટીના સારા મિત્ર માનવામાં આવે છે. પ્રકાશે વર્ષ 2014 માં ફિલ્મ રાઇટર કનિકા ઢિલ્લો સાથે લગ્ન કર્યા હતા પણ વર્ષ 2017 માં બંન્નેના છૂટાછેડા થઇ ગયા હતા. જજમેન્ટલ હૈ ક્યાં પ્રકાશે ડાયરેક્ટ કરી હતી જયારે ફિલ્મની રાઇટર કનિકા છે. બંન્ને આજે પણ સારા મિત્રો છે.

Image Source

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 15 વર્ષ પૂર્ણ થવાનો જશ્ન મનાવી રહેલી અનુષ્કાએ અફવાઓ પર કહ્યું કે,”આ વાતમાં કોઈ જ હકીકત નથી. હું આવા પ્રકારની અફવાઓથી પ્રભાવિત નથી થતી. ન જાણે શા માટે મારા લગ્ન બધા માટે આટલી મોટી વાત છે. કોઈપણ પોતાનો સંબંધ છુંપાવી ન શકે તો હું મારા લગ્ન કેવી રીતે છુપાવી શકું?”

Image Source

અનુષ્કાએ આગળ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે,”મને સમજ નથી પડતી કે કોઈ આવા પ્રકારની ખબરો કેવી રીતે લખી શકે? જો કોઈ ખોટી ખબર લખે છે, તો તેની અસર તેના પરિવાર પણ પડે છે. લોકોને આ વાતની ખબર હોવી જોઈએ”.

Image Source

અનુષ્કાએ આગળ કહ્યું કે,”મારી પાસે મારી વ્યક્તિગત સ્પેસ છે અને મને પસંદ નથી કે તેમાં કોઈ ઘૂસવાની કોશિશ કરે. લગ્ન એક પવિત્ર બંધન છે. તે જેટલું બીજા માટે મહત્વપૂર્ણ છે તેટલું જ મારા માટે પણ છે. અને જે દિવસે હકીકતે મારા લગ્ન થશે ત્યારે લોકોને ખબર પડી જ જશે. હું તેવી વ્યક્તિ છું જે આવા પ્રકારની બાબતો છુપાવવાનું પસંદ નથી કરતી જેનાથી મને ખુશી મળે છે. બની શકે કે હું સાર્વજનિક સ્વરૂપે ઘોષણા ન કરું કે હું કોની સાથે લગ્ન કરી રહી છું પણ પૂછનારા લોકોનું હું હંમેશા સ્વાગત કરીશ અને તેને જવાબ આપવા માટે પણ હંમેશા તૈયાર રહીશ”. જણાવી દઈએ કે ફિલ્મ બાહુબલી પછી અનુષ્કાનું નામ અભિનેતા પ્રભાસ સાથે પણ જોડવામાં આવ્યું હતું. જો કે પ્રભાસ સાથેના રીલેશનની વાત પણ અનુષ્કાએ એક અફવા જ જણાવી હતી.