મનોરંજન

બાહુબલીને નહિ પણ આ વિવાહિત મર્દના પ્રેમમાં પડી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી, જુઓ તસ્વીરો

બાહુબલીથી જાણીતી થયેલી લોકપ્રિય એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી જેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં નથી રહેતી તેટલી તેના અફેયરને લઈને ચર્ચામાં છવાયેલી જ રહે છે. ફિલ્મ બાહુબલી પછી એવી ખબરો આવતી હતી કે અનુષ્કા અને પ્રભાસનું અફેયર છે અને બંનેની લગ્નની ખબર ખુબ જ ચર્ચામાં રહી હતી, પરંતુ બાદમાં ખુલાસો કર્યો હતો કે, બંને પ્રભાસ અને અનુષ્કા એકબીજાને પોતાના સારા મિત્ર છે. હાલમાં જ અનુષ્કાની લવ લાઈફને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી છે. રિપોર્ટ અનુસાર અનુષ્કા હાલના દિવસોમાં ડાયરેક્ટર પ્રકાશ કોવલામૂડીને ડેટ કરી રહી છે, અને ટૂંક જ સમયમાં આ બંને લગ્ન કરવાના છે. તમને જણાવી દઈએ કે પ્રકાશ કોવલામૂડીના લગ્ન થઈ ગયા છે. તેને વર્ષ 2014માં લેખિકા કનિકા ધિલ્લોન સાથે લગ્ન કર્યા હતા. પછી થોડા સમયમાં ખબર આવી હતી કે બંને છૂટાછેડા લાઈલીધા છે. કનિકાએ થોડા સમય પહેલા જ એક બયાન આપ્યું હતું તેમાં તેને જણાવ્યું હતું કે તે 2 વર્ષ પહેલા જ છુટા થઈ ગયા છે.

પ્રકાશે કંગના રનૌતની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યાં’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ પ્રકાશના એક્સ પત્ની કનિકા ધિલ્લોન લખી હતી. આ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી. કનિકા અને પ્રકાશ બંને ભલે અલગ થઈ ગયા હોય પણ બંને વચ્ચે સારી મિત્રતા છે.

Image Source

જણાવી દઈએ કે 2005થી તેલુગુ ફિલ્મ ‘સુપર’થી પોતાના કરિયરની શરૂઆત કરવાવાળી અનુષ્કા શેટ્ટી બાહુબલીમાં દેવસેનાનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર લોકોનું ખુબ જ પસંદ આવ્યું હતું. આ ફિલ્મ આવી ત્યારે અનુષ્કા અને પ્રભાવના અફેર ખૂબ જ ચર્ચમાં પણ રહ્યું હતું. પણ બંને જણાવ્યું હતું કે આ એક અફવા છે.

હાલમાં અનુષ્કાનું નામ પ્રકાશ સાથે જોડવામાં આવી રહ્યું છે. તેમ છતાં હજી સુધી અનુષ્કા અને પ્રકાશ તરફથી આ વિષય પર કોઈ બયાન આવ્યું નથી. હજી સુધી આ ખબરની પુષ્ટિ થઈ નથી. અનુષ્કા અને પ્રકાશની મુલાકાત ફિલ્મ ‘સાઈઝ ઝીરો’ વખતે થઈ હતી. તેના પછી બંને એકબીજાના નજીક આવવા લાગ્યા હતા. ઘણીવાર તે બંને સાથે જોવા મળ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.