ખબર ખેલ જગત મનોરંજન

કરવા ચોથ બાદ પતિ વિરાટ કોહલીને કિસ કરતી પ્રેગ્નેન્ટ અનુષ્કા શર્માની તસ્વીર વાયરલ, અહીં જુઓ રોમેન્ટિક અંદાજ

ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 5 નવેમ્બરના રોજ બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ સેલિબ્રેશનમાં વિરાટની પત્ની અને બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ સાથે નજરે આવી હતી. અનુષ્કા શર્માએ વિરાટ સાથે તસ્વીર શેર કરીને ખાસ અંદાજમાં બર્થડે વિશ કર્યું હતું. અનુષ્કા શર્માએ આ તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીર ઝડપથી વાયરલ થઇ રહી છે. અનુષ્કાએ આ તસ્વીર વિરાટના બર્થડે અને કરવા ચોથ બાદ શેર કરી છે.

Image source

પહેલી તસ્વીરમાં અનુષ્કા, વિરાટ કોહલીને હગ કરતી નજરે ચડી હતી. તો બીજી તસ્વીરમાં અનુષ્કાએ વિરાટના ગાલ પર કિસ કરતી નજરે ચડી છે. આ તસ્વીરમાં કપલનું જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે. આ તસ્વીર શેર કરતા અનુષ્કાએ કેપ્સનમાં હાર્ટનું ઈમોજી શેર કર્યું છે. ફેન્સ તસ્વીર પર કમેન્ટ કરી રહ્યા છે. અનુષ્કાની આ પોસ્ટ પર 36 લાખથી વધુ લાઇક્સ મળી ચુકી છે. ફેન્સને અનુષ્કા અને વિરાટનો આ અંદાજ ઘણો પસંદ આવી રહ્યો છે.

Image source

આ પહેલા વિરાટ કોહલીના જન્મદિવસની ઉજવણીનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં વિરાટ કેક કાપતો જોવા મળી શકે છે. અનુષ્કા તેને કેક ખવડાવીને જન્મદિવસની શુભેચ્છા આપે છે. વિરાટ અનુષ્કાના ગાલ પર કિસ કરતો અને પછી હગ કરતો જોવા મળે છે. વીડિયોમાં અનુષ્કા શર્મા તેની બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

Image source

વિરાટ અને અનુષ્કા હાલ આઇપીએલને લઈને યુએઈમાં છે. અનુષ્કા તેનો બધો જ સમય વિરાટ સાથે વિતાવી રહી છે. મેચ દરમિયાન વિરાટ અનુષ્કાનું ધ્યાન રાખતો નજરે ચડે છે. અનુષ્કા તેના પહેલા બાળકને જાન્યુઆરીમાં જન્મ આપશે.

Image source

અનુષ્કાની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન અને કેટરિના કૈફ લીડ રોલમાં હતાં. જોકે, આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ. આ ફિલ્મ પછી અનુષ્કાએ કોઈ ફિલ્મ સાઇન કરી નથી.