ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ દોરા માટે ગત રાત્રે રવાના થઇ હતી. આ દોરા પર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી તેમની પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે રવાના થયા હતા.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ WTCની ફાઇનલ મેચ માટે ટીમ ઇંડિયા 2 જૂને લંડન રવાના થઇ હતી. વિરાટ કોહલી તેમના પરિવાર સાથે રવાના થયા છે, તે તેમના પરિવાર સાથે એરપોર્ટ પર સ્પોટ થયા ત્યારે અનુષ્કાએ વામિકાનો ચહેરો એક ગ્રે કલરના કપડાથી કવર કરી રાખ્યો હતો.

એરપોર્ટ પર બસથી ઉતર્યા બાદ અનુષ્કા શર્માની આ તસવીરો સામે આવી છે. જેમાં તે વામિકાને ખોળામાં લઇ અને તેનું મોં કવર કરી જતી જોવા મળી રહી છે. એરપોર્ટ પર એન્ટ્રી સમયે અનુષ્કા અને વિરાટની આ તસવીર ક્લિક થઇ છે. બંને માસ્કમાં જોવા મળી રહ્યા હતા.

ત્યારે હવે આ જ વાતને લઇને સોશિયલ મીડિયા પર ચાહકો ભડક્યા હતા અને કોઇ ફોટોગ્રાફર પર સવાલ ઊભા કરી રહ્યા હતા તો કોઇ અનુષ્કાને કહી રહ્યુ હતુ કે, બાળકીનો શ્વાસ રૂંધાતો હશે, તેને ગુંગળામણ થતી હશે.

લુકની વાત કરીએ તો, અનુષ્કા બ્લેક કલરની ટી શર્ટ અને જોગર્સ પેંટમાં જોવા મળી હતી. આ સાથે તેણે વ્હાઇટ કલરના શુઝ કેરી કર્યા હતા. ત્યાં જ વિરાટે બ્લેેક જેકેટ પહેર્યુ હતુ, ઓવરઓલ બંને કેઝયુઅલ લુકમાં જોવા મળ્યા હતા.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, હાલમાં જ વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર સવાલ જવાબ સેશનમાં જણાવ્યુ હતુ કે, તેમણે એક કપલના રૂપમાં તેમના બાળકને સોશિયલ મીડિયા પર ઉજાગર ના કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા કે તેને જયાં સુધી સોશિયલ મીડિયાની સમજ ના હોય અને તે તેની પસંદ હોવી જોઇએ. આ કારણ છે કે, વિરાટ અને અનુષ્કા તેમની દીકરીનો ચહેરો કવર કરતા જોવા મળ્યા હતા.
View this post on Instagram