મનોરંજન

સ્વિમિંગ શૂટ પહેરીને અનુષ્કાએ કર્યું બેબી બમ્પ ફ્લોન્ટ, મિસિસ કોહલીએ આપી જિંદગીને લઈને ખાસ સલાહ

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી અનુષ્કા શર્મા જલ્દી જ મા બનવાની છે. અનુષ્કાના પતિ વિરાટ કોહલીએ ચાહકો સાથે આ ખુશખબરી શેર કરી હતી. હાલમાં વિરાટ આઈપીએલ રમી રહ્યો છે તો અનુષ્કા પ્રેગ્નેન્સી પિરિયડ એન્જોય કરી રહી છે. તેને સોશિયલ મીડિયા ઉપર કેટલીક નવી તસવીરો શેર કરી છે. જેમાં અનુષ્કા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી ખુબ જ સુંદર જોવા મળી રહી છે.

અનુષ્કા પુલમાં ઉભી રહેલી બેલ્ક કલરના સ્વિમિંગ શૂટમાં જોવા મળી રહે છે. જે તેના ઉપર ખુબ જ સરસ લાગી રહ્યો છે. આ તસ્વીર શેર કરતા અનુષ્કાએ લાઈફને લઈને ખુબ જ સુંદર નોટ પણ લખી છે. અનુષ્કા શર્માએ Eckhart Tolleની એક લાઈને જીવન સાથે કનેક્ટ કરી છે. તેને લખ્યું છે કે: “તમારા જીવનમાં પહેલાથી હાજર સારાને સ્વીકાર કરવો એ વિપુલતા માટેનો પાયો છે. એ બધાનો આભાર જેમને મને દયા બતાવી અને મને આ દુનિયામાં સારાપણું પણ છે તે વિશ્વાસ કરવા માટે પ્રેરિત કરી. મારા દિલને પર્યાપ્ત ખોલીને તેના માટે આગળ પ્રેક્ટિસ કરીશ જેના કારણે તેને આગળ વધારી શકાય.”

અનુષ્કા આધ્યાત્મિક ગુરુ રામદાસની લાઈન લખતા આ પોસ્ટને પૂર્ણ કરે છે. તેને છેલ્લે લખ્યું છે: “આ બધા પછી આપણે બધા જ એકબીજાના ઘરે જઈ રહ્યા છીએ.”

અનુષ્કાએ પતિ વિરાટ કોહલી સાથે એક તસ્વીર શેર કરીને જણાવ્યું હતું કે તે જાન્યુઆરી 2021માં બાળકને જન્મ આપશે, પહેલા પણ અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતા એક તસ્વીર શેર કરી હતી. એ તસ્વીરમાં તે દરિયા કિનારે ઉભી રહી

અને બેબી બમ્પને નિહાળતી જોવા મળી રહી હતી. તસ્વીર શેર કરતા અનુષ્કાએ એમ પણ લખ્યું હતું કે: “પોતાની અંદર જિંદગીના નિર્માણનો અનુભવ કરવાથી વધારે વાસ્તવિક અને વિનમ્ર કંઈપણ નથી. જયારે આ તમારા નિયંત્રણમાં નથી તો પછી વાસ્તવિકતામાં શું છે?”

વર્ષ 2013માં એક શેમ્પુની જાહેરાત દરમિયાન અનુષ્કા અને વિરાટની મુલાકાત થઇ હતી. ત્યારબાદ 2014માં તે બનેંના અફેરની ખબરો ચર્ચામાં આવી અને ત્રણ વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ 2017માં તે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.