મનોરંજન

પ્રેગ્નેન્સીમાં કામ કરી રહી છે અનુષ્કા શર્મા, વ્હાઇટ ડ્રેસમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી આવી નજરે

પ્રેગ્નેન્સીમાં ટૂંકા કપડામાં નજરે આવી અનુષ્કા,ખુલ્લા વાળ અને ગોગલ્સ પહેરીને આ કામ કરતી મળી જોવા

કોરોનાનું સંક્ર્મણ હજુ ઓછું નથી થયું. દરરોજ હજારો લોકો આ વાયરસને ઝપેટે આવી જાય છે. કોરોનાની મહામારીને જોતા બૉલીવુડ સેલેબ્સ પણ બહુ જ ઓછા ઘરની બહાર નીકળી રહ્યા છે. ઘણા સીતારાઓ એવા છે જે તેના કામ પર પરત ફર્યા છે અને ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

 

View this post on Instagram

 

A post shared by ICTGURLL // 15K 💕 (@ictgurll)

આ પૈકી એક છે ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અને બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા. અનુષ્કા શર્મા આજકાલ ગર્ભવતી છે. હાલ તેને 8મોં મહિનો ચાલી રહ્યો છે. આ દરમિયાન તે તેના કામને પુરા કરવા લાગી છે. અનુષ્કા છેલ્લા 2થી 3 દિવસથી શૂટિંગ કરી રહી છે. અનુષ્કા હજુ આવનારા દિવસોમાં પણ કમર્શિયલ એડનું શૂટિંગ કરશે. અનુષ્કા દુબઇથી પરત ફર્યા બાદ શુટીંગ પર પરત ફરી છે. અનુષ્કા ઘણી બ્રાન્ડ માટેનું શુટીંગ શરૂ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

મંગળવારે અનુષ્કા શર્મા શૂટિંગ સેટ પર સ્પોટ થઇ હતી. સામે આવેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, અનુષ્કાએ પ્રેગ્નેન્સીમાં પણ શોર્ટ ડ્રેસ પહેર્યો છે. આ સાથે જ તેને એક જેકેટ કેરી કર્યું છે. આ દરમિયાન અનુષ્કાએ માસ્ક પહેર્યું હતું આ ડ્રેસમાં અનુષ્કાનો બેબી બંપ સાફ નજરે આવી રહ્યો છે. અનુષ્કાએ ખુલ્લા વાળ અને ગોગલ્સ સાથે લુકને પૂર્ણ કર્યો હતો. આ સાથે જ હાથમાં મોબાઈલ જોવા મળ્યો હતો.

અનુષ્કા પ્રેગનેન્સી દરમિયાન પણ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. થોડા દિવસ પહેલા પિન્ક સૂટમાં તેની ટી ટાઈમ તસ્વીર ઘણી વાયરલ થઇ રહી છે. તો અનુષ્કા આઇપીએલ દરમિયાન પણ અલગ લુકમાં નજરે આવી હતી. માહિતી મળી રહી છે કે, અનુષ્કા ડીલેવરી બાદ મેં 2021માં કામમાં પરત ફરશે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેશે.

 

View this post on Instagram

 

A post shared by Arpita ghosh (@virushka_arpita_)

થોડા દિવસો પહેલા વિરાટને પૂછવામાં આવ્યું હતું કે જાન્યુઆરીમાં તમારા ઘરે નવું મહેમાનો આવે છે તો તમને કેવું લાગે છે? આ સવાલનો જવાબ આપતી વખતે વિરાટે કહ્યું હતું કે તેને આ વાતની જાણ થઈ ત્યારથી તેની ખુશી વ્યક્ત કરી શકતો નથી. તેણે કહ્યું હતું, ‘તે એક અતુલ્ય લાગણી છે. આપણે કેવું અનુભવીએ છીએ તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Baby Virushka 💘 (@virushkas_baby)

નોંધનીય છે કે, અનુષ્કા અને વિરાટે આઇપીએલ પહેલા જ તેના આવનારા બાળકની જાહેરાત કરી હતી. બંનેએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી લખ્યું હતું કે, હવે અમે ત્રણ થઇ જઈશું. આ ખબર સાંભળતા જ ફેન્સને શુભેચ્છા પાઠવવાનું શરૂ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Baby Virushka 💘 (@virushkas_baby)

થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક જ્યોતિષે ભવિષ્યવાણી કરીને જણાવ્યું હતું કે, કપલના ઘરે દીકરો હશે કે દીકરી. જ્યોતિષએ જણાવ્યું હતું કે, કપલના ચહેરા પર અને જ્યોતિષગણના અનુસાર, સૌથી વધુ ચાન્સીસ દીકરી થવાના છે.

પ્રેગનેન્સીમાં અનુષ્કા તેની ડાયેટનું ખાસ ધ્યાન રાખી રહી છે. ફક્ત અનુષ્કા જ નહીં વિરાટ પણ એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે, અનુષ્કાએ જમ્યું કે નહીં. થોડા દિવસ પહેલા ક્રિકેટ ગ્રાઉન્ડની એક તસ્વીર વાયરલ થઇ રહી હતી. જેમાં વિરાટ પત્નીને ઈશારામાં જમવાનું પૂછી રહ્યો હતો.

જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 12 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. કપલના લગ્ન ઘણા સિક્રેટ રહ્યા હતા. બંને એક જાહેરાતના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. આ બાદ એકબીજા સાથેની મુલાકાત પ્રેમમાં પરિણમી હતી.