માલદીવસ વેકેશન પર અનુષ્કા શર્માએ પહેરી એટલી મોંઘી ટોપી કે કિંમત જાણી રહી જશો હેરાન

વાહ વાહ, પૈસા હોય તો શું ન થઇ શકે…ખાલી ટોપીનો ભાવ સાંભળીને પગ નીચેથી જમીન ખસી પડશે, અધધધ મોંઘીદાટ

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઇન્ડસ્ટ્રીની ફેવરેટ અભિનેત્રીઓમાંની એક છે. જે તેની શાનદાર ઉપસ્થિતિ અને આકર્ષક ઓફ સ્ક્રીન પર્સનાલિટીથી લાખો લોકોના દિલ ચોરી લે છે. અનુષ્કા ના માત્ર એક શાનદાર અભિનેત્રી છે, પરંતુ તેને તેની સાદગી અને જમીનથી જોડાયેલ રવૈયો છે જે તેને સૌથી અલગ બનાવે છે. અનુષ્કાનો શાંત સ્વભાવ તેની સ્ટાઈલમાં પણ પ્રતિબિંબિત થાય છે અને તે ઘણીવાર તેને કેઝ્યુઅલ અને ચીક રાખે છે. તેની ફેશન સેન્સ સારી છે કારણ કે તે સિઝન માટે યોગ્ય આઉટફિટ પસંદ કરે છે.

અનુષ્કા તાજેતરમાં જ વેકેશનથી પરત ફરી છે. અનુષ્કાએ તેની વેકેશનની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે મોનોકિનીમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. ઓરેન્જ સ્વિમસ્યુટથી લઈને બ્લેક મોનોકિની સુધી તેણે તેના ટોન્ડ ફિગરને વેકેશન દરમિયાન ફ્લોન્ટ કર્યું હતુ. જ્યારે અભિનેત્રી મુંબઈ પરત આવી ત્યારે તે બ્લેક કો-ઓર્ડ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે આરામદાયક બ્લેક આઉટફિટ પસંદ કર્યો હતો અને આ સાથે ટોપી પણ કેરી કરી હતી. તમને જણાવી દઇએ કે, અનુષ્કાની બ્લેક ટોપી અને પેન્ટની કિંમત રૂ. 2,990 અને રૂ. 4,990 છે. તેણે માયરાની સ્ટેટમેન્ટ હેટ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો, જેની કિંમત રૂ. 3,199 છે.

અભિનેત્રીનો સંપૂર્ણ લુક 11,179 રૂપિયાનો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સોમવારે જ બીચ વેકેશન માણી મુંબઈ પરત ફર્યા હતા. આ દરમિયાન પુત્રી વામિકા કોહલી પણ નજર આવી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી. ટૂંક સમયમાં તે ‘ચકડા એક્સપ્રેસ’માં કામ કરશે. તે ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત સ્પોર્ટ્સ બાયોપિક છે. અનુષ્કા તેની ફિલ્મ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. તે પોતાની આગામી ફિલ્મ માટે કોઈ કસર છોડી રહી નથી.

અનુષ્કા આ ફિલ્મથી ઘણા વર્ષો બાદ મોટા પડદા પર વાપસી કરવા જઇ રહી છે.વિરાટ કોહલીની વાત કરીએ તો, તેણે તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝન રમી હતી.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમતા કોહલીની IPL 2022 સિઝન ખૂબ જ ખરાબ રહી હતી. તેની ભારે ટીકા થઈ હતી. ઘણા ચાહકો અને દિગ્ગજો માનતા હતા કે કોહલીએ ક્રિકેટમાંથી બ્રેક લઈને વેકેશન પર જવું જોઈએ. તે પછી ફ્રેશ થઈને પાછા આવે અને જ કારણ હતું કે BCCIની પસંદગી સમિતિએ વિરાટ કોહલીને આરામ આપવાનો નિર્ણય કર્યો.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

કોહલીની દક્ષિણ આફ્રિકા સામેની 5 ટી20 શ્રેણી માટે પસંદગી કરવામાં આવી ન હતી.જો કે વિરાટ કોહલી 1 જુલાઈથી ઈંગ્લેન્ડમાં રમાનાર એકમાત્ર ટેસ્ટ મેચ માટે ટીમમાં વાપસી કરશે. આ દિવસોમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સાથે 5 T20 મેચોની શ્રેણી રમી રહી છે.ભારત શ્રેણીની પ્રથમ બે મેચ હારી ગયું છે અને એક મેચ જીતી છે.

Shah Jina