લાખ છુપાવવા છત્તા પણ અનુષ્કા શર્માનો બેબી બંપ આખરે દેખાઇ જ ગયો…વીડિયો થયો વાયરલ

ભારત-પાકિસ્તાન મેચ વચ્ચે બેબી બંપ છુપાવતી જોવા મળી અનુષ્કા શર્મા ? વિરાટ કોહલી આવી રીતે ધ્યાન રાખતો આવ્યો નજર

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

છેલ્લા કેટલાક દિવસોથી અનુષ્કા શર્માની બીજી પ્રેગ્નન્સીને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. જો કે, વિરાટ કે અનુષ્કા તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી, પણ હવે અનુષ્કા અને વિરાટનો લેટેસ્ટ વિડિયો જોયા બાદ એવું લાગે છે કે પ્રેગ્નન્સીની પુષ્ટિ થઇ ગઇ છે. અનુષ્કા શર્મા શનિવારે ભારત-પાકિસ્તાન મેચ જોવા અમદાવાદ પહોંચી હતી.

મેચ દરમિયાન ઘણી વખત કેમેરામાં તે સ્પોટ થઇ હતી. આ દરમિયાન અનુષ્કાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે જેમાં તે તેના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તેની સાથે વિરાટ કોહલી પણ હતો. અનુષ્કાએ વ્હાઇટ ઓવરસાઈઝ ડ્રેસ પહેર્યો છે. તે અને વિરાટ હોટલની લોબીમાંથી પસાર થાય છે.

વિરાટ એક્ટ્રેસનો હાથ પકડીને ચાલી રહ્યો હતો અને તેનું ઘણુ ધ્યાન રાખી રહ્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા યુઝર્સે તેનો બેબી બંપ જોયો. અનુષ્કા બેબી બમ્પ પર હાથ મૂકતી પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ મીડિયામાં અહેવાલો હતા કે કપલ તેમના બીજા બાળકની અપેક્ષા રાખી રહ્યું છે. અનુષ્કા બીજીવાર પ્રેગ્નેટ છે.

આ પહેલા અનુષ્કાએ 2021માં તેની પહેલી પુત્રી વામિકાને જન્મ આપ્યો હતો. વામિકા હવે અઢી વર્ષની થઇ ગઇ છે. અનુષ્કાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે 2018માં ‘ઝીરો’માં જોવા મળી હતી. તેની આગામી ફિલ્મ ઝુલન ગોસ્વામીની બાયોપિક ચકદા એક્સપ્રેસ છે. આ ફિલ્મમાં તે લીડ રોલ પ્લે કરશે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina