વિરાટ અને અનુષ્કાએ ભાડે લીધું વડોદરાના મહારાજાનું ઘર, એક મહિનાનું ભાડું સાંભળીને જ મોતિયા મરી જશે, જુઓ તસવીરો

વડોદરાના મહારાજા અને ભૂતપૂર્વ ક્રિકેટરનું આલીશાન ઘર વિરાટ અને અનુષ્કાએ ભાડે લીધું, એક મહિનાનું ભાડું જ છે અધધધ લાખ રૂપિયા

ભારતના પાવર કપલ તરીકે ઓળખાતા ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને બોલીવુડની સુપરહિટ અભિનેત્રી અનુષ્કા શર્મા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આ કપલ પોતાની પ્રોફેનશનલ લાઈફ ઉપરાંત અંગત લાઈફને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહે છે, થોડા સમય પહેલા જ વિરાટે કિશોર કુમારનો બંગલો ભાડા પર લઈને તેમાં તેનું રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું. ત્યારે હવે તેણે વડોદરાના મહારાજાનું એક ઘર પણ ભાડે લીધું હોવાની ખબર સામે આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલીએ જુહુમાં 1650 સ્ક્વેર ફૂટના ફ્લેટ માટે 7.50 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. આ ઘરનું માસિક ભાડું 2.76 લાખ રૂપિયા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિરાટ અને અનુષ્કાએ જે ફ્લેટ ભાડે રાખ્યો છે તે ભૂતપૂર્વ ક્રિકેટર સમરજિત સિંહ ગાયકવાડનો છે, જેઓ બરોડાના રાજવી પરિવારના વંશજ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ અને અનુષ્કા કોરોનાના સમયગાળા દરમિયાન અલીબાગમાં રહેતા હતા. બંનેને આ જગ્યા એટલી ગમી ગઈ કે તેઓએ અહીં ઘર ખરીદવાનું મન બનાવી લીધું. આ માટે તેમણે સંબંધિત વ્યક્તિ સાથે વાત કરી અને ઘરની સજાવટ નક્કી કરી. આ ફોર BHK ફ્લેટની કિંમત 10.05 કરોડ રૂપિયા છે. આ ઘરમાં 2 કાર ગેરેજ, 4 પાવડર રૂમ અને 4 બાથરૂમ સાથે 4 બેડરૂમ પણ છે. ત્યાં એક ટેરેસ, આઉટડોર ડાઇનિંગ, ખાનગી પૂલ સાથે સ્ટાફ ક્વાર્ટર્સ અને ઘણી બધી ખુલ્લી જગ્યા છે. આ ઘર 14 થી 18 મહિનામાં તૈયાર થઈ જશે.

તમને જણાવી દઈએ કે આ કપલનો દિલ્હીની બાજુમાં આવેલા ગુરુગ્રામમાં એક બંગલો છે, જેની કિંમત 80 કરોડ રૂપિયા છે. આ સિવાય વિરાટ-અનુષ્કા પાસે મુંબઈમાં એક એપાર્ટમેન્ટ છે જેની કિંમત લગભગ 34 કરોડ રૂપિયા છે. આ બંનેની મુંબઈના વર્સોવામાં પણ પ્રોપર્ટી છે. આ 3 BHK ફ્લેટ છે જેની કિંમત 10 કરોડ રૂપિયા છે.

Niraj Patel