શું આ સેલિબ્રિટી વગર લગ્ન કર્યા બની ગઈ માતા? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો

બોલીવુડની આ કુંવારી સેલિબ્રિટી માતા બની ગઈ? તસવીરો વાયરલ થતા જ ફેન્સમાં ખળભળાટ મચી ગઈ

ટીવી અભિનેતા કરણ કુન્દ્રાની એક્સ ગર્લફ્રેંડ મોડેલ અને એન્કર અનુષા દાંડેકરની દરેક બાજુ ચર્ચા થઇ રહી છે. અભિનેતા કરણ કુન્દ્રાની એક્સ ગર્લફ્રેંડ અને અનુષા દાંડેકરે આ સમયે માતા બનવાની ખબરને લઈને ચર્ચામાં રહે છે. ખબર છે કે અનુષા દાંડેકરના ઘરે નાના બાળકની કિલકારી ગુંજી છે.

અનુષા દાંડેકરે એક ખુબ જ સુંદર છોકરીની માતા બની છે. અનુષા દાંડેકરે 40 વર્ષની ઉંમરે માતા બનવાનું સુખ મળ્યું છે. અનુષાએ તેની લાડલી સાથે ખુબ જ સુંદર તસવીરો શેર કરીને આ ખુશખબરીને ચાહકોની સાથે વ્યક્ત કરી હતી. તેની સાથે જ અભિનેત્રીએ તેની પુત્રીના નામનો ખુલાસો પણ કર્યો હતો.

બેબી ગર્લ સાથેએ ઘણી બધી તસવીરો શેર કરી છે. ઇન્ડસ્ટ્રીમાં તેના મિત્રો અને ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે. નાની પરી સાથે અનુષા ખુબ જ ખુશ દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર પુત્રીની એક ઝલક દેખાડતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, આખરે હવે મારી પાસે એક નાનું મહેમાન છે જેને હું મારુ કહી શકું છું.

તમને બધાને હું આની સાથે પરિચય કરાવવા માંગુ છું. આ મારા માટે એક એંજલ છે. અને તેનું નામ છે ‘સહારા’. મારી જિંદગીનો પ્રેમ. મારી મોન્સ્ટર અને ગેંગસ્ટર જેને હું એકલી જોઇશ બાગાડીશ અને હંમેશા તેને પ્રોટેક્ટ કરીને રાખીશ. આઈ લવ યુ બેબી ગર્લ. તસવીરમાં જોઈ શકાય છે કે અનુષાએ નાનકડી પરી સાથે રમતી, તેને લોરી સંભળાવતી અને તેની સાથે વાતો કરતી નજર આવી રહી છે.

તસવીરોમાં અનુષાએ બેબી ગર્લના પગની તસવીર પણ શેર કરી છે જે ખુબ જ ક્યૂટ લાગી રહ્યા છે. જેને પણ આ ખબર સાંભળી તે દંગ રહી ગયા હતા કારણ કે અનુષાએ અત્યાર સુધી લગ્ન નથી કર્યા. તેવામાં અચાનકથી છોકરી થવાની ખબર સામે આવી તો લોકો હેરાન રહી ગયા હતા. લોકો કયાસ લગાવી રહ્યા છે કે આ નાનકડી છોકરીને દત્તક લીધી છે.

અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઘણા પોપ્યુલર ટીવી શો હોસ્ટ કરતા નજર આવી છે. તેમાં ‘લવ સ્કૂલ’,’સુપરમોડલ ઓફ ધ યર’ જેવા નામ શામેલ છે. તેના સિવાય અનુષા ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

આ બાદ 40 વર્ષની અનુષાએ ઇન્સ્ટાગ્રામ પર ચોખ્ખું કહ્યું છે કે તે સહારા તેની પુત્રી નથી. તેણે બાળકને દત્તક પણ નથી લીધી પરંતુ તે તેની ખાસ મિત્રની છોકરી છે. અભિનેત્રીએ બાળક સાથે તસવીરો શેર કરી હતી જેમાં તે તેની માતા અને ગ્રાન્ડ મધર સાથે નજર આવી રહી છે. તેણે લખ્યું હતું કે ‘બેબી સહારાની સાચી માતા જોહા અને ગ્રેન્ડમધર સંગીતા છે. હું ગોડમધર છું એટલે કે આખી જિંદગીમાં જયારે પણ મારા મિત્રને અને સહારાને મારી જરૂર પડશે તો હું હંમેશા મોજૂદ રહીશ. એટલા માટે તે મારી પુત્રી જેવી છે પરંતુ મારી છોકરી નથી.

Dhruvi Pandya