અનુરાગ કશ્યપની દીકરીનો મોટો ખુલાસો, નાબાલિક હતી ત્યારે જ થયું હતું યૌન ઉત્પીડન, જાણો શું કહ્યું…

અનુરાગ કશ્યપની લાડલીએ કર્યો મોટો ઘટસ્ફોટ, આધેડ માણસે મારી જોડે…જાણો વિગત

બોલીવુડના પ્રખ્યાત ડાયરેક્ટર અને અભિનેતા અનુરાગ કશ્યપ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ હાલ તેની દીકરી આલિયા કશ્યપ ચર્ચામાં છવાયેલી છે. આલિયા તેની સાથે થયેલા યૌન ઉત્પીડનને લઈને મોટો ખુલાસો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap)

આલિયાએ થોડા સમય પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી હતી. જેને લઈને તેને ખુબ જ ટ્રોલ પણ કરવામાં આવી હતી. આ વાતને લઈને તે ખુબ જ ડરી પણ ગઈ હતી. તેનું મનાવું હતું કે તેને પોતાના જીવનમાં આટલો ડર ક્યારેય નથી લાગ્યો જેટલો છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેને પોતાની તસવીરો ઉપર આવેલી કોમેન્ટ વાંચીને લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap)

તેને ખરાબ કોમેન્ટના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આલિયા રેપિસ્ટ માનસિકતા વાળા લોકોને નિશાન બનાવ્યા હતા અને પોતાની ભાવનાઓ પણ વ્યક્ત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap)

આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને લખ્યું હતું કે, “છેલ્લા કેટલાક અઠવાડીયાથી મારી માનસિક હાલત ખુબ જ ખરાબ છે. જ્યારથી મે લિંગરીમાં પોતાની તસવીરો શેર કરી છે ત્યારથી મને ખરાબ અને અભદ્ર કોમેન્ટ મળી રહી છે. મેં ક્યારેય આટલી ડરેલી મારી જાતને નથી અનુભવી. મારા દિમાગની અંદર મારું ઇન્સ્ટાગ્રામ ડીલીટ કરવાનો પણ વિચાર આવી ગયો.”

 

View this post on Instagram

 

A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap)

તે આગળ જણાવે છે કે, “આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં લોકો મહિલાના યૌન ઉત્પીડન થયા બાદ કેન્ડલ માર્ચ કાઢે છે પરંતુ તે જયારે જીવતી હોય છે ત્યારે તેનું રક્ષણ કોઈ નથી કરતું. સત્ય તો એ છે કે ભારતમાં મહિલાઓ શારીરિક સતામણી થતા થતા જ મોટી થાય છે. હું આવી જ ખરાબ કોમેન્ટ સાંભળીને મોટી થઇ છું. એટલું જ નહીં. નાની ઉંમરમાં એક મોટી ઉંમરના વ્યક્તિએ મારુ યૌન ઉત્પીડન પણ કર્યું છે.”

 

View this post on Instagram

 

A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap)

ટ્રોલર્સની ખરાબ કોમેન્ટના સ્ક્રીનશોટ શેર કરવાની સાથે જ આલિયાએ કહ્યું હતું કે, “આ કેટલાક લોકો એવી જ માનસિકતા વાળા છે જે મને ફોલો કરે છે, મારી તસવીરો જુએ છે અને તેના બાદ મારી સતામણી કરે છે. જે કંઈપણ હું પોસ્ટ કરું છું જો તેનાથી કોઈને પણ અસહમતી હોય તો તે મને અનફોલો કરવા માટે આઝાદ છે.”

 

View this post on Instagram

 

A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap)

આલિયા આગળ જણાવે છે કે, “મારી કોઈપણ પોસ્ટ કોઈના પણ માટે મને શારીરિક સતામણી કરવા માટેનું આમંત્રણ નથી. આ મારુ શરીર છે, આ મારી લાઈફ છે. હું નક્કી કરીશ કે મારે આની સાથે શું કરવું છે.” આલિયા યુએસના કેલિફોર્નિયામાં રહે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર તેના 2 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ છે.

Niraj Patel