અજબગજબ

આ બિઝનેસમેને ખરીદ્યો ભારતનો સૌથી મોંઘો ફ્લેટ, કિંમત છે 100 કરોડ રૂપિયા- જુઓ PHOTOS

દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે તેનું પોતાનું એક ઘર હોય, જે ઘરની અંદર તે શાંતિથી પોતાના પરિવાર સાથે રહી શકે, પરંતુ આજના સમયમાં શહેરી વિસ્તારમાં ઘર લેવાના ઘણાના સપના અધૂરા રહી જાય છે. સામાન્ય શહેરમાં તો સમજ્યા પરંતુ મુંબઈ જેવા શહેરમાં કહેવાય છે કે “મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ના મળે”.

Image Source

પરંતુ એક પૈસાદાર બિઝનેસમેને મુંબઈની અંદર 100 કરોડ રૂપિયાયની કિંમતના બે ફ્લેટ ખરીદ્યા છે જે મુંબઈના પૉશ વિસ્તાર કાર્માઇકલ રોડ ઉપર આવેલા છે.

Image Source

આ બિઝનેસમેનનું નામ છે અનુરાગ જૈન, અનુરાગ જૈન બજાજ કંપનીના માલિક રાહુલ બજાજના ભત્રીજા છે. સાથે જ તેમની પોતાની એક ઓટો પાર્ટ્સ કંપની પણ છે.

Image Source

અનુરાગ જૈન મુંબઈના કાર્માઇકલ રોડ ઉપર સ્થિત કાર્માઇકલ રેસીડેન્સીમાં બે ફ્લેટ ખરીદ્યા છે. આ બંને ફ્લેટ કુલ મળીને 6371 વર્ગ ફિત્ના છે. જઈને 1,56,691 રૂપિયા પ્રતિ વર્ગ ફિત્ના ભાવથી કિંમત ચૂકવી છે.

Image Source

જૈનના આ ફેલ્ટની મૂળ કિંમત 46.43 કરોડ હતી, પરંતુ તેમને બમણી રાશિ ચૂકવવી પડી, કારણ કે રજિસ્ટ્રી અને સ્ટેમ્પ ડ્યુટી મળને આ કિંમત 100 કરોડ રૂપિયા થઇ ગઈ.

Image Source

રજિસ્ટ્રીની કિંમત 1.56 લાખ પ્રતિ વર્ગ ફિટ હતી અને પાંચ કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીના અલગથી લાગ્યા, આ બંને ફ્લેટ ખરીદવા ઉપર તેમને એપાર્ટમેન્ટમાં કુલ 8 પાર્કિંગ પણ મળ્યા.

Image Source

અનુરાગ જૈન એડયુરેસ ટેક્નોલોજીના મેનેજીંગ ડાયરેક્ટર છે. તેમની કંપની ભારત અને યુરોપમાં બે પૈડાં અને ત્રણ પૈડાના વાહનોના ઓટો પાર્ટ્સ બનાવે છે અને સપ્લાઈ કરે છે.

Image Source

કાર્માઇકલ રેસીડેન્સી 21 માળની ઇમારત છે. જેની અંદર ફક્ત 28 ફ્લેટ છે. એક માળ ઉપર બે જ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. જેના કારણે રહેવુંકે વાળાને ભરપૂર જગ્યા મળે, ફ્લેટ્સની વચ્ચે 2000 વ્ર્સગ ફિટની જગ્યા છે. આ ઇમારતનું નિર્માણ કાર્ય હજુ ચાલુ છે.

Image Source

જો રહેનાર વ્યક્તિ ઈચ્છે તો બંને ફ્લેટ્સને મળાવીને એક પણ કરી શકે છે. દરેક ફ્લેટમાં એક બાજુથી દરિયો અને બીજી તરફથી સમુદ્રનો સુંદર નજારો જોઈ શકાય છે.

Image Source

આ ઇમારતની અંદર સોલાર પેનલ, રેન વોટર હાર્વેસ્ટિંગ, સવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી સુવિધાઓ પણ છે, આ ઉપરાંત છત ઉપર એક મોટું ગાર્ડન અને ઇન્ફિનિટી પુલ પણ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.