મનોરંજન

‘યે હે મોહબ્બતે’ એક્ટર અનુરાગ શર્મા જોડાયો હતો લગ્નગ્રંથીથી, જુઓ અંદરની 10 તસ્વીરો

લગ્ન એક એવું અનોખું બંધન છે કે તે બધા લોકો માટે ખુશીઓ લઈને આવે છે, જયારે ઘરમાં લગ્નની બધી વિધિઓ ચાલતી હોય છે ત્યારે નજારો ઘણો ખુશ-ખુશાલ હોય છે. ભારતીય સંસ્કૃતિમાં વિવાહ એક એવી પવિત્ર બંધન છે જે એકબીજા સાથે જન્મો-જન્મ રહેવાનું વચન આપે છે. વધુ એક ટેલિવિઝન એક્ટ્રેસ લગ્ન ગ્રંથીથી જોડાઈ ગયો છે.

સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘યે હે મોહબ્બતે’ એક્ટ્રેસ અનુરાગ શર્માએ તેની ગર્લફ્રેન્ડ નંદિની ગુપ્તા સાથે 31 જાન્યુઆરીએ લગ્નગ્રંથીથી જોડાઈ ગયો છે.

વાત કરવામાં આવે તો આ લગ્નના રીત રિવાજો શુક્રવારથી જ શરૂ થઇ ગયા હતા. લગ્નના રિવાજો જેવા કે, મહેંદી, સંગીત અને હલ્દી અને લગ્ન ધામધૂમથી મનાવવામાં આવ્યા હતા. અનુરાગ અને નંદિનીના લગ્ન નંદિનીના ઘરે નવી દિલ્લીમાં કરવામાં આવ્યા હતા.

અનુરાગ અને નંદિનીની ઘણી તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, આ વીડિયોમાં અનુરાગ અને નંદિની ડાન્સ કરતા નજરે ચડે છે.

જયારે લગ્નના મંડપમાં એકબીજા ને જોયા ત્યારે બંનેની આંખોમાંથી આંસુ નીકળી ગયા હતા. તો કોઈ વીડિયોમાં જોઈ શકાય છે કે, બંને બૉલીવુડ સોન્ગ પર ઠુમકા લગાવે છે.

લગ્નના દિવસે અનુરાગ શર્મા વ્હાઇટ શેરવાની અને માથા પર પાઘડી પર કંઈક અલગ જ લુકમાં જોવા મળ્યો હતો. તો અનુરાગની પત્ની નંદિની પણ લાલ લહેંગામાં દુલ્હનના આઉટફિટમાં ખુબસુરત લાગી રહી હતી.

જણાવી દઈએ કે, અનુરાગની પત્ની નંદિની દિલ્લીની રહેવાસી છે. તો બીજી તરફ દિલ્લીમાં જ અનુરાગે તેની લેડી લવ સાથે લગ્ન કર્યા હતા.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, એક અઠવાડિયા બાદ અનુરાગના હોમ ટાઉન પ્રયાગરાજમાં અનુરાગ અને નંદિનીનું વેડિગ રિસેપ્સન થશે. અનુરાગ અને નંદિની 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કરવાનો ફેંસલો લીધો હતો.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો અનુરાગ અને નંદિની બંનેએ ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં તેની પહેચાન બનાવી લીધું છે. નંદિની સ્ટાર પ્લસ શો ઢાઈ કિલો પ્રેમમાં નજરે આવી હતી.

અનુરાગ પવિત્ર રિશ્તા, યે હે મોહબ્બતે, કુમકુમ ભાગ્ય, જોધા અકબર, એ હૈ આશિકી, ઇતના ના કરો મુજે પ્યાર, ઉડાન અને કવચમાં લીડ રોલમાં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Actor aniket indoriya (@aniketindoriya) on