ટીવી કલાકાર શ્વેતા તિવારી અને તેના અભિનવ કોહલીમાં દિવસે-દિવસે દૂર થતા જાય છે. હવે વિશેષ વાતચીતમાં શ્વેતા તિવારીના નજીકની દોસ્ત અનુરાધા સરિનએ અભિનવ કોહલીને ને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
View this post on Instagram
અનુરાધાએ દાવો કર્યો છે કે, એકવાર અભિનવે શ્વેતાના ઘરમાં જબરદસ્તી ઘૂસવાની કોશિશ કરી હતી. જેને લઈને પોલીસ બોલાવવી પડી હતી. 9 જૂનથી શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ પોતાને પીડિત ગણાવતા ઇન્સ્ટાગ્રામ ટાઈમલાઈન પર ઘણી પોસ્ટ કરી છે અને એવો પણ આરોપ લગાવ્યો છે કે શ્વેતા તેમના પુત્ર રેયંશને મળવા નથી દેતી.
અનુરાધાએ લખ્યુ હતું કે, કયો પિતા દીકરીને પુછશે કે તુ વર્જીન છે કે નહી… કયો પિતા તેની દીકરીને પુછશે કે તે કોઇને કિસ કરી છે કે નહીં.. કયો પિતા તેની દીકરીને ચિત્ર વિચિત્ર તસવીરો બતાવીને કહેશે કે આવું ફિગર બનાવ નહીં તો ઇન્ડસ્ટ્રીમાં નહી ચાલે..

શ્વેતાની મિત્ર અનુરાધા સરીનની કેટલીક સ્ક્રીન ગ્રેબ પણ પોસ્ટ કરી છે. અનુરાધા સરીને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘શ્વેતાએ તેને બ્લોક નથી કર્યો અને જો તે આ આરોપો લગાવી રહ્યો છે તો તે સ્ક્રીન ગ્રેબ્સ શેર કરીને કેમ તે સાબિત નથી કરતો? શ્વેતા તેમને રેયાશને મળવા દેતી નથી, મને કહો કે કઇ માતા આવા માણસને ઘરમાં પ્રવેશવા દેશે જે મોટો તમાશો કરે છે.
એવા સંદેશા પણ છે જ્યાં શ્વેતા તેને વીડિયો કોલ પર રેયંશ સાથે વાત કરવા કહે છે. હાઈકોર્ટે એવો પણ ચુકાદો આપ્યો છે કે લોકડાઉનમાં તમામ છૂટાછેડાને વાળા લોકોને તેમના બાળકોને વીડિયો કોલ પર મળવા દેવામાં આવશે. તો તે શા માટે આટલી નકારાત્મકતા લાવી રહ્યો છે? ‘
View this post on Instagram
અનુરાધા સરીને એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘લોકડાઉન દરમિયાન મે મહિનામાં અભિનવે શ્વેતાના વૃદ્ધ માતા-પિતા વિચાર કર્યા ના હતો. અને દરવાજાપાસે અવાજ કરવા લાગ્યો હતો. તેને શ્વેતાના ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. શ્વેતાના પિતા હાર્ટ દર્દી છે, તેમના હાર્ટ સર્જરી કરાવી હતી. તેના તમામ કૃત્યો માટે અમારે સમતા નગરપોલિસ સ્ટેશન કેસ દાખલ કરવો પડ્યો હતો.આ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. ‘
અનુરાધાએ વધુમાં કહ્યું હતું કે, “તે આટલો નિર્લજ્જ છે કે આ ક્રૂર વર્તન પછી પણ તેણે શ્વેતાને મારી અને પોલીસની સામે કહ્યું કે ‘હું તેની છત નીચે પ્રવેશ કરીશ, હું તેના પલંગ પર સુઈશ.” શ્વેતાએ તેના સંબંધોમાં ઘણું દુઃખ સહન કર્યું છે અને તેથી જ હવે તે વસ્તુઓ સાથે અલગ રીતે વ્યવહાર કરવા માંગે છે. અને આ માણસ વિચારી રહ્યો છે કે તે નબળી પડી ગઈ છે અને તે જે કહે છે અથવા કરે છે તેનો પ્રતિસાદ નહીં આપે. ‘
View this post on Instagram
અનુરાધાના આ ખુલાસા જોઈને જોઇને અભિનવ કોહલીએ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા કહ્યું. અભિનવ કોહલીએ જવાબ આપ્યો, ‘એક સ્ક્રીનશોટ છે. હવે તમે પણ માનહાનીના કેસમાં ફસાઈ ગયા. અનુ તું જુઓ, હું શ્વેતાને ભલે ના ફસાવીશ પણ હું તને કાયદેસર રીતે પાઠ ભણાવીશ.
જણાવી દઈએ કે, અનુરાધા સરીન છેલ્લા 15 વર્ષથી શ્વેતા તિવારીની ફેમિલી ફ્રેન્ડ છે અને દરેક ખુશી અને દુઃખમાં તેની સાથે રહી છે. તે નિર્માતા પણ છે.
જોકે, અનુરાધા સરીન અને અભિનવ કોહલી વચ્ચેની આ ઝઘડા પર શ્વેતા તિવારીની પ્રતિક્રિયા હજી સુધી આવી નથી. જોવાનો મુદ્દો એ છે કે હવે આ બાબત હવે કયો મોડ લે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.