આ છે સુપરહિટ શો “અનુપમા”ના કલાકારોના અસલી પરિવાર, જાણી લો પરિવાર વિશે

લોકપ્રિય ટીવી સીરિયલ ‘અનુપમા’ ટીઆરપીમાં નંબર વન ચાલી રહી છે. આ શોમાં પ્રખ્યાત અભિનેત્રી રૂપાલી ગાંગુલી મુખ્ય પાત્ર અનુપમા ભજવી રહી છે. આમાં તેનું પાત્ર ખૂબ જ મજબૂત બતાવવામાં આવ્યું છે અને તે તેના પરિવારને તૂટવાથી બચાવવા માટે પૂરી તાકાતથી લડતી જોવા મળે છે. અભિનેતા સુધાંશુ પાંડેએ આ સિરિયલમાં અનુપમાના પતિનું પાત્ર ભજવ્યું છે. આજે આપણા આ શોના કલાકારના અસલી પરિવાર વિશે જાણવા જઇ રહ્યા છે.

1.રૂપાલી ગાંગુલી : રૂપાલી ગાંગુલીના પતિનું નામ અશ્વિન કે વર્મા છે. રૂપાલી ગાંગુલીએ 6 ફેબ્રુઆરી 2013ના રોજ અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા હતા. તેમને રુદ્રાંશ નામનો પુત્ર છે. રૂપાલી ગાંગુલી અશ્વિનને લગ્નના 12 વર્ષ પહેલાથી ઓળખતી હતી. અશ્વિન તેનો ખાસ મિત્ર હતો. જો કે, લગ્નના માત્ર 5 વર્ષ પહેલા જ રૂપાલીને અશ્વિન સાથે પ્રેમ થઈ ગયો હતો. રૂપાલીના પતિ લગ્ન પહેલા અમેરિકા રહેતા હતા અને ત્યાં એડ ફિલ્મો બનાવતા હતા. હાલમાં રૂપાલી તેના પરિવાર સાથે મુંબઇમાં રહે છે.

રૂપાલીએ પોતાના કરિયરની શરૂઆત 2000માં ટીવી સીરિયલ સુકન્યાથી કરી હતી. જોકે તેને 2003માં ટીવી શો ‘સંજીવની’થી ઓળખ મળી હતી. ‘સંજીવની’માં તેણે ડૉ.સિમરન ચોપરાનું પાત્ર ભજવ્યું હતું. આ પછી ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’માં તે નજરે પડી અને હતી અને તેને અહીં ઘણો પ્રેમ પણ દર્શકોનો મળ્યો હતો. તે ‘પરવરિશ કુછ ખટ્ટી કુછ મીઠી’માં પણ જોવા મળી હતી. રૂપાલીએ 2008માં એનિમેશન ફિલ્મ ‘દશાવતાર’માં પોતાનો અવાજ આપ્યો હતો. આ સિવાય તેણે ડાન્સ રિયાલિટી શો ‘જરા નચ કે દિખા’ અને રિયાલિટી ગેમ શો ‘ફિયર ફેક્ટર – ખતરોં કે ખિલાડી લેવલ 2’માં પણ ભાગ લીધો છે.

2.સુધાંશુ પાંડે : રૂપાલીની જેમ સુધાંશુ પણ શોનો અભિન્ન હિસ્સો રહ્યો છે. અભિનેતાએ મોના પાંડે સાથે લગ્ન કર્યા છે અને તેમને બે પુત્રો છે, નિર્વાણ અને વિવાન પાંડે. સુધાંશુએ મોના સાથે લગ્ન કર્યા અને આ દરમિયાન તે માત્ર 22 વર્ષની હતી.

3.મદાલસા શર્મા : ટેલિવિઝનમાં કામ કરતા પહેલા મદાલસા શર્માએ સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેના પિતા સુભાષ શર્મા દિગ્દર્શક અને નિર્માતા છે જ્યારે તેની માતા શીલા ડેવિડ તેમના સમયની પ્રખ્યાત અભિનેત્રી રહી છે. આ સિવાય મદાલસા મિથુન ચક્રવર્તીની વહુ છે. મદાલસાએ તેમના પુત્ર મહાક્ષય (મિમોહ) ચક્રવર્તી સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે અનુપમા મદાલસા શર્માની પહેલી સિરિયલ છે. આ શોમાં તે વનરાજની ગર્લફ્રેન્ડનો રોલ કરી રહી હતી અને હવે તે તેની પત્ની છે.

4.અરવિંદ વૈદ્ય : અભિનેતા અરવિંદ વૈદ્યે ટીવી પર સારાભાઈ વર્સિસ સારાભાઈ અને ખીચડી સહિતના ઘણા શો કર્યા છે. ખીચડીમાં જયશ્રી તરીકે જાણીતી અભિનેત્રી વંદના પાઠક અભિનેતા અરવિંદની પુત્રી છે. સિનિયર એક્ટર અરવિંદ વૈદ્ય અનુપમા શોમાં વનરાજના પિતાનો રોલ કરી રહ્યા છે.

5.અલ્પના બુચ : અનુપમામાં વનરાજની માતાનું પાત્ર ભજવતી અલ્પના બુચ એ અભિનેતા મેહુલ બુચ સાથે વાસ્તવિક જીવનમાં લગ્ન કર્યા છે. તે ઘણી હિન્દી ફિલ્મો અને ટીવી શોનો ભાગ રહી ચુકી છે.

તમને જણાવી દઈએ કે દરેક માતા જે પુત્રની કલ્પના કરે છે, સમર બિલકુલ એવો જ છે. તેની માતાને કોઈ દુઃખ ન થાય તે માટે તે છાતી ઠોકીને બધાની સામે ઉભો રહે છે અને આવી સ્થિતિમાં આ તેજસ્વી પાત્ર ભજવનાર અભિનેતાની વાત કરીએ તો પારસ કલનાવત ‘સમર’નું પાત્ર ભજવી રહ્યો છે.

6.પારસ કલનાવત : સમર તરીકે પારસને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે અને તે એક પરફેક્ટ પુત્રની ઈમેજ સાથે ઘર-ઘર ખૂબ જ ખ્યાતિ મેળવી રહ્યો છે. ચાલો આજે તમને તેમની અંગત જીવન વિશે જણાવીએ. તમને જણાવી દઈએ કે પારસ એક ભારતીય એક્ટર અને મોડલ છે. તે કેટલાક ભારતીય ટેલિવિઝન-શો તેમજ વેબ-સિરીઝમાં પણ જોવા મળ્યો છે. તેણે મેરી દુર્ગામાં સંજય રાજકુમાર અહલાવતની ભૂમિકા ભજવી ત્યારે તેની શરૂઆત હતી. પારસને જિમ જવાનો પણ શોખ છે અને હવે પારસ સ્ટાર પ્લસની ટીવી સિરિયલ ‘અનુપમા’માં સમરનું પાત્ર ભજવી રહ્યો છે.

પારસ નાગપુર સ્થિત બિઝનેસમેન ભૂષણ અને અનિતાનો પુત્ર છે. તેનો જન્મ નાગપુર નજીક ભંડારા વિસ્તારમાં થયો હતો. તેણે નાગપુરની એક શાળામાંથી શિક્ષણ મેળવ્યું અને પછી તે અભિનેતા બનવા મુંબઈ ગયો. તે ટેરેન્સ એકેડેમીમાંથી ડાન્સ ડિપ્લોમા પણ ધરાવે છે. પારસનો જન્મ 9 નવેમ્બર 1996ના રોજ થયો હતો.

પારસના પિતા ભૂષણ કલનાવત બિઝનેસમેન હતા. પારસના પિતાનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું.પારસની માતા હાઉસવાઇફ છે. પારસની એક મોટી બહેન પણ છે, જેના લગ્ન થઇ ચૂક્યા છે. પારસ તેના પરિવારના દરેક સભ્યને ખૂબ જ પ્રેમ કરે છે અને હંમેશા તેના ઈન્સ્ટાગ્રામ પર પરિવાર સાથે જોડાયેલી તસવીરો શેર કરતો રહે છે.

તમને જણાવી દઈએ કે ઈન્ડસ્ટ્રીમાં કોઈની સાથે ઓળખાણ ન હોવાને કારણે પારસ માટે પોતાની જગ્યા હાંસિલ કરવી સરળ ન હતી. પરંતુ અભિનય પ્રત્યેનો તેનો જુસ્સો એવો હતો કે પીછેહઠ કરવાનો વિચાર તેના મનમાં ક્યારેય ન આવ્યો. પારસે ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવવા માટે નાના-નાના પગલાં લીધા અને વર્ષ 2017માં ટીવી સિરિયલ ‘એ જિંદગી’માં ધ્રુવની ભૂમિકા ભજવી.

પારસને ટીવી સીરિયલ ‘મેરી દુર્ગા’થી થોડી ઓળખ મળી હતી. આ સિરિયલના અંત પછી, પારસે ‘મરિયમ ખાન રિપોર્ટિંગ લાઈવ’, ‘કૌન હૈ’ અને ‘લાલ ઈશ્ક’ જેવી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું. પરંતુ પારસને દર્શકોનો સૌથી વધુ પ્રેમ ટીવી સિરિયલ ‘અનુપમા’માં મળ્યો.

તમને જણાવી દઈએ કે ટીવી સીરિયલ્સ સિવાય પારસે ‘દિલ હી તો હૈ-2’, ‘ઈશ્ક આજ કલ’ અને ‘દિલ હી તો હૈ-3’ જેવી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. આ સિવાય પારસે કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. પારસ ટીવી અને પ્રિન્ટની જાહેરાતોમાં પણ જોવા મળ્યો છે. આ રીતે જોવામાં આવે તો પારસે ભલે ધીમી શરૂઆત કરી હોય, પરંતુ હવે તેણે સફળતાની સીડીઓ ચડવાની શરૂઆત કરી છે.

પારસની લવ લાઈફની વાત કરીએ તો પારસ અને તેની કો-સ્ટાર ઉર્ફી જાવેદનું નામ ટીવી સીરિયલ ‘મેરી દુર્ગા’ના શૂટિંગ દરમિયાન એકબીજા સાથે જોડાઈ ગયું હતું. જોકે, બંનેએ ક્યારેય ખુલ્લેઆમ પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો નથી. ટીવી સીરિયલ 2018માં સમાપ્ત થતાંની સાથે જ તેમના બ્રેકઅપના સમાચાર પણ આવવા લાગ્યા.

આ પછી ટીવી સીરિયલ ‘અનુપમા’માં પારસની કો-એક્ટર અનઘા ભોસલેને તેની ગર્લફ્રેન્ડ કહેવા લાગી, પરંતુ પારસ અને અનઘા બંને મીડિયાની સામે આવ્યા અને સ્પષ્ટ કર્યું કે તેમની વચ્ચે માત્ર મિત્રતા છે.

Shah Jina