શું જલ્દી જ બંધ થવાનો છે ટોપ શો “અનુપમા” ? દર્શકો નીકાળી રહ્યા છે ગુસ્સો

અનુપમા એકબાજુ દાદીમા બનવા જઈ રહી છે, બીજી બાજુ અનુપમાના લગ્ન ચાલી રહ્યા છે…. શું ‘અનુપમા’ શોને જલ્દી જ વાગશે તાળુ ? જાણો આખો મામલો

સ્ટાર પ્લસનો પોપ્યલર શો “અનુપમા” છેલ્લા દિવસોથી ટ્વિટર પર ઘણો ટ્રેન્ડ થઇ રહ્યો છે. આની પાછળનું કારણ એ છે કે, શોને જોનારા લોકો શો બંધ કરવાની માંગ કરી રહ્યા છે. રાજન શાહીના આ શોમાં કેટલાક દિવસથી અનુજ કપાડિયા અને અનુપમાની મહેંદી સેરેમનીનો ટ્રેક ચાલી રહ્યો છે. જે રીતે મેકર્સ સંગીત અને મહેંદી સેરેમનીમાં ટ્વિસ્ટ લાવ્યા છે, તે દર્શકોને ગમ્યુ નથી. જેને કારણે લોકોએ #StopRunningAnupama ટ્રેન્ડ કરી પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે. અનુપમાના દર્શકોને આ એપિસોડમાં બતાવવામાં આવેલી મહેંદીની ફેશન બિલકુલ પસંદ નથી આવી.

આ ઉપરાંત સીરિયલમાં અનુજની એક્શન પણ લોકોને પસંદ આવી રહી નથી. લોકો મેકર્સથી નારાજ થઈ રહ્યા છે. સીરિયલમાં વનરાજના પાત્રથી પણ લોકો નારાજ થઈ રહ્યા છે. જેને લઇને દર્શકોએ ટ્વિટ કરીને તેના પાત્ર પર ગુસ્સો ઠાલવ્યો છે. એક યુઝરે લખ્યું છે કે સાચું કહું તો વનરાજના જેટલા ક્લોઝઅપ્સ બતાવવામાં આવી રહ્યા છે, એટલું તેના અને કાવ્યાના લગ્ન સમયે પણ નહોતું. શું કામ બધુ નેગેટેવિટી સાથે કરી રહ્યા છો, એવું લાગે છે કે તેના ત્રીજા લગ્ન થઇ રહ્યા છે. આ યુઝરે છેલ્લે લખ્યુ STOP RUINING ANUPAMA…

ત્યાં અન્ય યુઝરે લખ્યું- આજકાલ, હું અનુપમાનો એપિસોડ કોઈ આશા વિના જોઉં છું. મેકર્સ હજી પણ અમને નિરાશ કરી રહ્યા છે. અત્યારે તમે નામ માટે આ બધું કરો છો. બંધ કરો અનુપમા. સાથે જ કેટલાક યુઝર્સ તો અનુપમાની મહેંદી પર ગુસ્સો ઠાલવી રહ્યા છે. એકે કહ્યુ- આના કરતા તો હું બાળપણમાં ફેમીલી ટ્રી સારુ દોરતુ હતી. બીજી તરફ જો સીરિયલની ટીઆરપીની વાત કરીએ તો તે હંમેશા આ શો ટોપમાં પોતાની જગ્યા હાંસિલ કરે છે.

આના પરથી એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે યૂઝર્સના STOP RUINING ANUPAMA જેવા શબ્દોના કારણે શો બંધ થઇ જાય. ત્યારે હવે સીરિયલના મેકર્સે આ પર રિએક્શન આપ્યુ છે. બોલિવૂડ લાઈફના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અનુપમાના મેકર્સ #StopRuiningAnupama ટ્રેન્ડથી પરેશાન નથી, પરંતુ તેઓ એકદમ ખુશ છે. અનુપમાના મેકર્સ ખુશ એટલા માટે છે કારણ કે તેમનો હેતુ નવીનતમ ટ્રેક દ્વારા બતાવવાનો હતો કે મધ્યમ વર્ગના લગ્ન સંપૂર્ણપણે પૂર્ણ થતા નથી. ઉલ્લેખનીય છે કે, અનુપમાની ટીઆરપી ઘણા સમયથી આકાશને સ્પર્શી રહી છે.

દર વખતે રૂપાલી ગાંગુલીનો આ શો ટીઆરપી લિસ્ટમાં ટોપ પર પહે છે. લોકો શરૂઆતથી જ અનુપમા પર પ્રેમ વરસાવતા આવ્યા છે. આ જ કારણ છે કે આ શો ગુમ હૈ કિસીકે પ્યાર મેં, ઈમલી અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવા શોને બીટ કરે છે. અનુપમાને અનુસરતા દર્શકો તેમના જીવનમાં દરેક વસ્તુ પરફેક્ટ જોવા માંગે છે. આ કારણથી લોકોને અનુપમાનો હાલનો ટ્રેક પસંદ ન આવ્યો. અત્યારે તો એ જોવાનું રહેશે કે હવે મેકર્સ વાર્તાને શું વળાંક આપે છે ?

જણાવી દઇએ કે અનુપમાની પ્રીક્વલ ‘અનુપમા નમસ્તે અમેરિકા’ને સોશિયલ મીડિયા પર ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જેને કારણે મેકર્સને ટ્રોલિંગનો વધુ ફરક ન પડતો હોય તેમ લાગી રહ્યપ છે.’અનુપમા’ ના પ્લોટ વિશે વાત કરવામાં તો હાલમાં શોમાં અનુજ અને અનુપમાના લગ્નની રસ્મો કરવામાં આવી રહી છે. અનુજ અને અનુપમાની મહેંદી અને સંગીત વચ્ચે મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે બાપુજી સંગીતની વચ્ચે પડી જાય છે અને તેમને હાર્ટ એટેક આવે છે. આવી સ્થિતિમાં બાપુજીની બિમારીના કારણે અનુપમા હવે અનુજ સાથે લગ્ન કરે છે કે પછી લગ્ન મુલતવી રાખે છે તે તો હવે આગામી એપિસોડમાં જ ખબર પડશે.

Shah Jina