આ 6 અભિનેત્રીઓ ઠુકરાવી ચૂકી છે “અનુપમા”નો રોલ, મેકર્સની પહેલી પસંદ ન હતી રૂપાલી ગાંગુલી

“અનુપમા” માટે રૂપાલી ગાંગુલી ન હતી પહેલી પસંદ, એકથી એક હસીનાઓ બાદ આવ્યો તેનો નંબર

ટીવીની સુપરહિટ ધારાવાહિકોમાં સામેલ “અનુપમા” શરૂઆતથી જ લોકો વચ્ચે લોકપ્રિય છે. દર્શકોએ આ ધારાવાહિકને ઘણો પ્રેમ આપ્યો છે. શોમાં ટાઇટલ અને મુખ્ય પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે. આ પાત્રમાં રૂપાલીને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. દર્શકો અમુપમાના પાત્રમાં રૂપાલી ગાંગુલીને પસંદ કરે છે. લોકો તેમના અભિનયની ઘણી સરાહના પણ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે રૂપાલી ગાંગુલી મેકર્સની પહેલી પસંદ ન હતી.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર શોના નિર્માતા રાજન શાહીએ અનુપમાના રોલ માટે રૂપાલી ગાંગુલી પહેલી 6 અભિનેત્રીઓને એપ્રોચ કરવામાં આવી હતી પરંતુ કેટલાક કારણોને લઇને તેઓ આ શો ના કરી શક્યા અને કિસ્મતને પણ કંઇ બીજુ જ મંજૂર હતુ. આ મોકો રૂપાલીને મળ્યો. તો ચાલો જાણીએ કે, રૂપાલી ગાંગુલી પહેલા અનુપમાનો રોલ કોને કોને ઓફર થયો હતો.

1.શ્વેતા તિવારી : અનુપમાના રોલ માટે મેકર્સે શ્વેતા તિવારીને પણ ઓફર કરી હતી પરંતુ તેના જૂના કમિટમેન્ટ્સને કારણે તેણે આ શોની ઓફર ઠુકરાવી હતી. તે હાલમાં જ રોહિત શેટ્ટીના શો ખતરો કે ખિલાડીમાં જોવા મળી હતી.

2.સાક્ષી તંવર : અનુપમાના લીડ રોલ માટેની ઓફર સાક્ષી તંવરને પણ મળી હતી. આજકાલ સાક્ષી વેબ અને ફિલ્મ પ્રોજેક્ટ્સ કરી રહી છે, આ માટે તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી.

3.મોના સિંહ : પ્રોડ્યુસર રાજન શાગીએ અનુપમાના લીડ રોલ માટે સૌથી પહેલા મોના સિંહનો સંપર્ક કર્યો હતો. અભિનેત્રીએ આ રોલને કયા કારણસર ઠુકરાવ્યો તે હજી સુધી ખબર પડી નથી.

4.જૂહી પરમાર : જૂહી પરમારને એક સાથે બે ધારાવાહિકની ઓફર મળી હતી. એ માટે જૂહીએ અનુપમાની ઓફર ઠુકરાવી બીજી ધારાવાહિક પસંદ કરી. જૂહી હવે ઝીટીવી પર “હમારી વાલી ગુડ ન્યુઝ”માં જોવા મળી રહી છે.

5.ગૌરી પ્રધાન : હિતેન તેજવાનીની પત્ની ગૌરી પ્રધાનને પણ આ રોલ માટે ઓફર મળી હતી. ગૌરીએ “અનુપમા” માટે સ્ક્રીન ટેસ્ટ પણ આપી હતી પરંતુ બાદમાં મેકર્સે તેને રિજેક્ટ કરી દીધી હતી.

6.શ્વેતા સાલ્વે : મેકર્સે અનુપમાના લીડ રોલ માટેની ઓફર શ્વેતા સાલ્વેને પણ કરી હતી. તેણે સ્ક્રીન ટેસ્ટ પણ આપી હતી. મેકર્સને આ રોલ માટે તે બિલકુલ ફિટ ન લાગી અને શ્વેતાએ વધારે ફીસ ડિમાંડ કરી જેને કારણે રોલ ન મળ્યો.

 

Shah Jina