દુઃખદ સમાચાર: વૈભવી ઉપાધ્યાય બાદ હવે ‘અનુપમા’ ફેમ આ અભિનેતાનું થયુ નિધન ! હાર્ટ એટેક આવ્યો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફફડી ગઈ

51 વર્ષની ઉંમરે અનુપમના અભિનેતાને આવ્યો હાર્ટ એટેક, જુઓ PHOTOS

Nitesh Pandey Death : ‘અનુપમા’માં અનુજ એટલે કે ગૌરવ ખન્નાના મિત્ર ધીરજનો રોલ પ્લે કરનારા અને અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીની ખાસ મિત્ર દેવિકા સાથે શોમાં જેના લગ્ન થવાના હતા તે અભિનેતા નીતિશ પાંડેનું નિધન થયું છે. 23 મેના રોજ હૃદયરોગના હુમલાથી તેમનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. અભિનેતા 51 વર્ષનો હતો. તેમની વિદાયથી દરેક લોકો શોકમાં ડૂબી ગયા છે.

અગાઉ ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ હતી અને હવે નિતેશ પાંડેના જવાથી પણ લોકોને આઘાત લાગ્યો છે. લેખક સિદ્ધાર્થ નાગરે સમાચારની પુષ્ટિ કરી હતી. તેણે સૌથી પહેલા ફેસબુક પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી. અહેવાલ અનુસાર, નિતેશ પાંડે શૂટિંગ માટે ઇગતપુર ગયો હતો. ત્યાં રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.

જો કે મૃતદેહ ક્યારે લાવવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવશે તે અંગે હજુ વધુ કોઇ જાણકારી સામે આવી નથી. નિતેશ પાંડેનો જન્મ 17 જાન્યુઆરી 1973ના રોજ થયો હતો. તેણે ફિલ્મો અને ટીવીની દુનિયામાં ઘણુ કામ કર્યું છે. તે ઘણો લોકપ્રિય રહ્યો છે. ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં તે શાહરૂખ ખાનના આસિસ્ટન્ટના રોલમાં જોવા મળ્યો હતો.

ત્યાં તે દિશા પરમાર અને નકુલ મહેતા સ્ટારર શો ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યાર’ માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યો હતો. નિતેશ પાંડેના અંગત જીવનની વાત કરીએ તો તેણે અશ્વિની કાલેસકર સાથે લગ્ન કર્યા છે. વર્ષ 1998માં બંનેએ સાત ફેરા લીધા પણ બાદમાં 2002માં બંને અલગ થઈ ગયા. આ પછી તેણે અર્પિતા પાંડે સાથે લગ્ન કર્યા જે ટીવી એક્ટ્રેસ છે.

નિતેશ પાંડેએ વર્ષ 1995થી ટીવીની દુનિયામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે ‘તેજસ’, ‘સાયા’, ‘મંઝીલેં અપની અપની’, ‘જુસ્તજુ’, ‘હમ લડકિયાં’, ‘સુનૈના’, ‘કુછ તો લોગ કહેંગે’, ‘એક રિશ્તા સાજેદારી કા’, ‘મહારાજા કી જય હો’ ‘હીરો-ગાયબ મોડ ઓન’ તેમજ ‘અનુપમા’માં કામ કર્યુ છે. આ સિવાય તેણે ‘બધાઈ દો’, ‘મદારી’, ‘દબંગ 2’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

Shah Jina