આ ગુજરાતી બાનો અનુપમા પ્રત્યેનો પ્રેમ જોઇ પોતે અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલી પણ પોતાને રોકી ન શકી અને કર્યુ આ મોટુ કામ

ટીવીનો પોપ્યુલર શો “અનુપમા” આ દિવસોમાં ઘણો ચર્ચામાં છે. શોમાં આવતા નવા નવા ટ્વીસ્ટ અને ટર્ન્સ દર્શકોને ઘણા પસંદ આવી રહ્યા છે. રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના અને સુધાંશુ પાંડે સ્ટારર ટીવી શો ‘અનુપમા’ની વાર્તાએ હવે જોર પકડ્યું છે. અનુજ અને અનુપમા વચ્ચે પ્રેમ વધી રહ્યો છે.અનુપમા અને અનુજ કપાડિયાની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ચાહકો આ બંને વિશેની દરેક નાની-નાની વાત જાણવા ઉત્સુક હોય છે.

બીજી તરફ જોઇએ તો, વનરાજ શાહ અને તેનો પુત્ર પરિતોષ અનુપમા અને અનુજ વિરૂદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. ત્યાં હવે આપણે આવનારા એપિસોડમાં જોઈશું કે અનુજ અનુપમાને પાંદડામાંથી બનેલી વીંટી આપીને લગ્ન માટે પ્રપોઝ કરે છે. હવે દર્શકો પણ અનુજ અને અનુપમાના લગ્ન જોવા માટે આતુર છે. રૂપાલી ગાંગુલી જે આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર નિભાવી રહી છે ત્યાં અનુપમાના પાત્રને લગભગ દરેક ઘરની મહિલાઓ દ્વારા ઘણુ પસંદ કરવામાં આવે છે.

ત્યારે હાલમાં જ એક બાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં બા ઘરના કોઈ સદસ્યને કહેતા સંભળાઈ રહ્યા છે કે, “અનુપમા”નો કોઈ વાંક નથી. ત્યારે આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પણ ઘણો જ પસંદ કરવામાં આવ્યો અને યુઝર્સ આ બાના ફેન બની ગયા. યુઝર્સ દ્વારા બાના આ વીડિયો ઉપર થોકબંધ કોમેન્ટ પણ કરવામાં આવી અને લાખો લોકોએ આ વીડિયોને નિહાળ્યો.

માત્ર લોકો જ દ્વારા આ બાને પ્રોત્સાહિત નથી કરવામાં આવ્યા, પરંતુ “અનુપમા” ધારાવાહિકનું મુખ્ય પાત્ર રૂપાલી ગાંગુલીએ પણ આ બાનો વીડિયો પોતાની સ્ટોરીની અંદર શેર કર્યો છે, ત્યારે હવે અનુપમાના ગુજરાતી ચાહકો પણ જાણવા માંગે છે કે સોશિયલ મીડિયામાં અનુપમાના આ ફેન છે કોણ ?

ત્યારે આ બાબતે  ગુજ્જુરોક્સની ટીમ દ્વારા  વાયરલ થઇ રહેલા આ બા સાથે  ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં બા સાથે તેમના જીવન સંઘર્ષથી લઈને અનુપમાના શોખ સુધીની બધી જ વાત જણાવી હતી. આ બાનું નામ છે રંજનબેન. જે મૂળ કચ્છના છે પરંતુ હાલમાં મુંબઈમાં રહે છે. બાનું જીવન પણ ખુબ જ સંઘર્ષમય રહ્યું છે અને તેમને જીવનની ઘણી ચડતી પડતી જોઈ છે.

બાની ઉંમર આજે 77 વર્ષની છે. છતાં પણ આજે એટલી જ ચુસ્તી સ્ફૂર્તિ અને હકારાત્મકતાથી જ ઘરના બધા કામ કરે છે, ઘરના સભ્યોને પણ તે હંમેશા મોટીવેટ કરે છે. તેમના જીવનમાં પણ ઘણી ટ્રેજેડી આવી ગઈ છે, છતાં પણ હસતા ચહેરે તેઓ બધાને મદદ રૂપ બન્યા છે, અને લોકોમાં ઉર્જાનું સંચાર કર્યું છે. બાએ પોતાના જીવનમાં પોતાની આંખો સામે પોતાના પતિને અને પોતાની બે દીકરીઓના નિધન થતા પણ જોયા છે. છતાં પણ બા કયારેય હિંમત હાર્યા નથી અને સદાય આગળ વધ્યા છે.

આજે તે તેમના એક સંબંધીના દીકરાના ઘરે રહે છે. જ્યાં તેઓ એ દીકરા અને તેમના વહુને સતત મોટીવેટ કરતા રહે છે. સાથે જ આસપાસ રહેતા પાડોશીઓ પણ બાનું મોઢું જોઈને જ સવારે કામ ઉપર જાય છે. કારણે કે એમનું કહેવું છે કે બાનું મોઢું જોયા બાદ તેમનો દિવસ પણ ખુબ જ સારી રીતે પસાર થાય છે. બા ખુબ જ મસ્તી મજાક ભરેલા સ્વભાવના છે અને સાથે તેમને એક્ટીંગનો પણ ખુબ જ શોખ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

બાને અમે પૂછ્યું કે તેઓ કેટલા સમયથી આ ધારાવાહિક  જુએ છે, ત્યારે બાએ જણાવ્યું હતું કે જ્યારથી આ ધરાવહિકની શરૂઆત થઇ ત્યારથી તે જુએ છે. અને આ ધારાવાહિક દ્વારા બા લોકોને પણ સમજાવે છે કે જેમ ધારાવાહિકમાં અનુપમા એકલા હાથે લડે છે, તેમ દરેક સ્ત્રીએ પણ લડવું જોઈએ અને જીવનના કોઈપણ તબક્કે હાર ના મનાવી જોઈએ. રૂપાલી ગાંગુલીએ બાની સ્ટોરી શેર કરવાની જાણ થતાં જ બા ઇમોશનલ થઈ ગયા હતા, તેમની આંખોમાંથી પણ ખુશીના આંસુ છલકાઈ ઉઠ્યા, બાએ કહ્યું કે હું તેનાથી ખૂબ જ ખુશ છું અને આના માટે અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલીનો આભાર માનું એટલો ઓછો છે !

Niraj Patel