અનુજ અનુપમાનો હાલ જોઇ રડવું આવી જશે ! શું અનુજ-અનુપમાની લવ સ્ટોરીનો થઇ જશે દર્દનાક અંત

આવડી મોટી ઉંમરે પરિવાર છોડી શું પ્રેમનું માન રાખી શકશે અનુપમા ? કરોડપતિ મિત્ર અનુજ કપાડિયા સાથે શું અનુપમા કરશે તેના નવા સફરની શરૂઆત

ટીવી સિરિયલ અનુપમા તેની કહાની અને તેના નવા નવા ટ્વિસ્ટને કારણે TRP લિસ્ટમાં નંબર વન પર છે. અનુપમાની કહાનીએ એક રસપ્રદ ટર્ન લીધો છે. અનુજ કપાડિયાએ શાહ પરિવારની સામે પોતાના દિલની વાત કરી છે, જે તેણે 26 વર્ષોથી પોતાની અંદર જ છુપાવીને રાખી હતી અને અનુપમાને પણ કહી ન હતી. જો કે, આ વાત અનુપમાએ પણ સાંભળી છે. બીજી બાજુ અનુપમા પણ અનુજની સત્યતા જાણીને ચોંકી જશે અને ચુપચાપ તેના ઘર તરફ ચાલશે. પણ અનુપમાનો પુત્ર સમર તેને પાછળથી સંભાળવા તેના ઘરે જશે.

અનુપમા તેના ઘરે જશે અને રડશે. પરંતુ સમર તેને તૂટવા નહીં દે. અહીં સમર અનુપમાને સમજાવવા માંગે છે કે આમાં અનુજનો વાંક નથી. અનુપમાને સત્યની જાણ થયા પછી અનુજ તેનો સામનો કરતા ડરે છે. જો કે, જ્યારે બંને બીજા દિવસે મળે છે, ત્યારે અનુપમા અનુજ તરફ હાથ લંબાવે છે. અનુપમા અનુજને કહે છે કે તેને ખૂબ પ્રેમ કરવા બદલ આભાર. હવે જોવાનું એ રહેશે કે અનુપમાને અનુજની સત્યતાની ખબર પડે છે કે પછી એક નવો સંબંધ શરૂ થાય છે કે પછી તેમની મિત્રતાનો સંબંધ જ કાયમ રહે છે.

આગળ આપણે જોઈશું કે સમર અનુપમાને કહેશે કે અનુજ તેને મિસ્ટર શાહ એટલે કે વનરાજ કરતાં વધુ પ્રેમ કરે છે. અનુજે કોઈ ભૂલ કરી નથી, તેણે ક્યારેય તેની મર્યાદા ઓળંગી નથી. તે અંતમાં અનુજ અને અનુપમાનુ નામ ઉમેરીને #MaAn લખશે અને અનુપમાને પૂછશે કે શું તે તેમની મિત્રતાની કિંમત જાળવી શકશે ? બીજી તરફ, અનુજ અનુપમાથી દૂર થવાનું વિચારશે. ત્યારે હવે જોવાનું એ રહ્યુ કે, શું અનુજ અને અનુપમાની લવસ્ટોરીનો અંત આવશે કે પછી આખી દુનિયાથી બગાવત કરી બંને પોતાની નવી દુનિયા ઉભી કરશે? તે તો આવનારો સમય જ કહેશે.

હવે આવનારા એપિસોડમાં તમે જોશો કે અનુપમા અનુજના પ્રેમને સમજશે અને તેને ધન્યવાદ કહેશે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં અનુજ અનુપમાની પ્રેમના ઇઝહાર પછીની પહેલી મુલાકાત હોય છે ત્યારે અનુપમા કહે છે કે મને ખૂબ પ્રેમ કરવા બદલ હ્રદયથી આભાર. અનુપમાની વાત સાંભળીને અનુજના ચહેરા પર સ્મિત આવી જાય છે અને મિત્રતાનો હાથ લંબાવતા બંને હસે છે. શોનો પ્રોમો જોઈને લાગે છે કે અનુજ અને અનુપમાની મિત્રતાની નવી શરૂઆત થશે.

Shah Jina