અનુપમા : શાહ પરિવારને લાગશે ઝાટકો, અનુપમાના હાથ લાગશે મોટી કામયાબી

ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો “અનુપમા” છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ ઘણા દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે જેને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. અનુપમા સાથે સાથે બાકીની સ્ટારકાસ્ટને પણ દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. આ શોમાં મહત્વના પાત્રોની વાત કરીએ તો તે છે અનુપમા, વનરાજ અને કાવ્યા.

રોજ રોજ શોમાં નવા ટ્વિસ્ટ આવતા રહે છે. હાલમાં જ છેલ્લા એપિસોડમાં જોવા મળ્યુ કે, અનુપમાની સાસુ એટલે કે શોની લીલાએ સમર અને નંદિનીના સંબંધનો સ્વીકાર કર્યો છે. શોમાં કાવ્યા ઓફિસ જલ્દી જવા માટે ઉત્સુક જોવા મળી રહી છે અને કિંજલ તેને આ વાત પર સમજાવી રહી છે કે આટલુ ઉત્સાહિત થવાની જરૂરત નથી. તે બાદ કાવ્યાને વનરાજ ખરી ખોટી પણ સંભળાવે છે.

હવે આગળના એપિસોડમાં જોવા મળશે કે અનુપમા ઘરે આવીને બા-બાપુજીને પ્રસાદ આપશે અને સાથે જ તેની ડાંસ એકેડમી પણ ખુલી જશે. જેનાથી તે ઘણી ખુશ છે. તેનુ વર્ષોનું સપનું પૂરુ થઇ ગયુ છે.

હવે આ ખુશી બાદ શાહ પરિવારને એક ઝાટકો લાગવાનો છે. શોમાં અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કે કાવ્યા અને વનરાજની નોકરી જતી રહેશે. કહેવાય છે ને કે જયારે ભગવાન એક દરવાજો બંધ કરે છે તો બીજો ખોલી દે છે. આવું જ શોમાં હવે થવાનું છે. વનરાજ અને કાવ્યાની નોકરી ગયા બાદ હવે અનુપમા પૂરા ઘરનો ખર્ચ ઉઠાવશે.

આનું કારણ છે કે, તેની ડાંસ એકેડેમી તૈયાર થઇ ગઇ છે. જેને કારણે તે ઘણી ખુશ છે. તમને જણાવી દઇએ કે, એકેડેમીનું અનુપમાનું સપનું હતુ. હવે તો આવનાર એપિસોડમાં એ જોવાનું રહ્યુ કે કાવ્યા અનુપમાને પરેશાન કરવાનું બંધ કરશે કે નહિ ? હવેના એપિસોડ ઘણા દિલચસ્પ થવાના છે.

Shah Jina