અનુજના અનુપમા પ્રત્યેના 26 વર્ષના પ્રેમને જોઇને શું અનુપમા કરશે અનુજ સાથે લગ્ન ? જાણો

ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો “અનુપમા” છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ થોડા જ સમયમાં દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે અને તેમની સાથે સાથે સાથે બાકીના લોકોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ શો લોકોનો ફેવરેટ બનતો જઇ રહ્યો છે.

હવે અનુપમા શોમાં અપકમિંગ એપિસોડમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળશે. હાલમાં જ જોવા મળ્યુ કે, અનુપમાનો દીકરો પારિતોષ પોતાની તમામ હદો પાર કરે છે અને અનુપમા પર આરોપ લગાવે છે. તોશુ અનુપમાની અનુજ સાથેની મિત્રતાને પ્રેમ ગણાવે છે અને તે અનુજને અનુપમાનો બોયફ્રેન્ડ કહે છે. અનુપમા તોશુના આ ખરાબ આરોપો બાદ તેને જોરથી થપ્પડ મારે છે અને તેને ઘણુ બધુ કહે છે અને એવું પણ કહે છે કે તે બિલકુલ વનરાજ જેવો છે અને તે તેના બાપનો દીકરો છે.

અહીં અનુપમા પ્રત્યે તોશુનું વર્તન જોઈને અનુજ એટલો ગુસ્સે થઈ જાય છે કે તેણે શાહ પરિવારનો સીધો સામનો કરવાનું નક્કી કર્યું. અનુપમા જેવી ધર્મનિષ્ઠ મહિલા પર આરોપ લગાવવા અને તેમના સંબંધો પર સવાલ ઉઠાવવા બદલ અનુજ વનરાજને કોસે છે. આ દરમિયાન અનુજ-વનરાજ વચ્ચે ખૂબ જ જોરદાર ઝઘડો થશે.

અનુજ અનુપમા પ્રત્યેના એકતરફી પ્રેમની કબૂલાત કરશે. હવે આ અનુપમાને ખરાબ રીતે અસર કરશે કારણ કે વનરાજ, લીલા અને કાવ્યાએ આ બાબતને લઇને અનુપમાને ઘણા ટોન્ટ માર્યા હતા. એકવાર માટે અનુપમાને પોતાની નજરમાં ખરાબ લાગશે કારણ કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે અનુજ મિત્રતા કરતાં વધુ વિચારે છે.

અનુજના આટલા લાંબા સમય સુધી એકલા રહેવા પાછળ અને તેના જીવનમાં કોઈ ખુશી ન લાવવા પાછળનું આ કારણ છે તે વિચારીને તે દોષિત લાગે છે. હવે તે અનુજ સાથેના સંબંધો તોડવાનું વિચારે છે. જો કે તેને ટૂંક સમયમાં તેની સાચી કિંમતનો અહેસાસ કરશે? ત્યારે હવે શોમાં અપકમિંગ એપિસોડમાં એવું જોવાનું રહ્યુ કે, શું અનુપમા અનુજ સાથે લગ્ન કરશે કે પછી તેની સાથેની મિત્રતા પૂરી રીતે ખત્મ કરી દેશે.

અનુપમા સાથેના પ્રેમના ઇઝહાર બાદ અનુજ શાહ હાઉસ છોડી જતો રહે છે અને પોતાની જાત પર ગુસ્સો કરે છે. તે બાદ અનુજ પર હુમલો થાય છે. હાલ આવો એક પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને પ્રોમો જોતા એવું લાગે છે કે અનુજ પર હુમલો વનરાજે કરાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Anupamaa (@anupamaa__starplus)

Shah Jina