અનુપમાની દીકરી પાખી રિયલ લાઇફમાં છે ખૂબ જ બ્યુટીફૂલ અને ગ્લેમરસ, શ્રદ્ધા કપૂરની ‘હસીના પારકર’માં જોવા મળી ચૂકી છે

ટીવી શો “અનુપમા” લોકોનો પસંદગીતા શો છે. ટીઆરપી મામલે પણ આ શો ટોપ-5માં પોતાની જગ્યા બનાવે છે. લોકો આ શો સાથે સાથે સ્ટારકાસ્ટને પણ પસંદ કરે છે. શોમાં અનુપમાની દીકરી પાખીનું પાત્ર નિભાવતી મુસ્કાન બામને પણ પસંદગીતા સ્ટારમમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો શેર કરતી રહે છે. તેની તસવીરોને લોકો ઘણી પસંદ પણ કરે છે.

પાખી શાહ પરિવારની સૌથી નાની સભ્ય છે અને બધાની લાડલી પણ છે. તેને ઘરમાં બધા લોકો ઘણો પ્રેમ કરે છે. શોની જેમ રિયલ લાઇફમાં પણ બધા સ્ટાર્સ મુસ્કાનને ઘણી પસંદ કરે છે અને પ્રેમ પણ કરે છે. અનુપમા શોમાં પાખીનો ટ્રેક સૌથી મહત્વનો છે અને લોકો મુસ્કાનના અભિનયને પસંદ કરી રહ્યા છે. મુસ્કાન બામને ઘણી નાની ઉંમરથી અભિનય કરી રહી છે. તેણે એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી.

મુસ્કાન 21 વર્ષની છે અને તે 10 વર્ષથી મનોરંજન જગતનો ભાગ છે. તેણે નાની ઉંમરથી ટીવી શોમાં કામ કરવાનું શરૂ કર્યુ હતુ. મુસ્કાન બામનેનુ ઓનસ્ક્રીન માતા રૂપાલી ગાંગુલી સાથે સ્પેશિયલ બોન્ડિંગ છે. તે બંને સેટ પર ખૂબ મસ્તી કરે છે અને સાથે મસ્તી ભરેલી તસવીરો અને વીડિયો પણ પોસ્ટ કરે છે. મુસ્કાન બામનેએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે તે 9 વર્ષથી એક્ટિંગ કરી રહી છે. જયારે તે સાતમા ધોરણમાં હતી તો તે મધ્યપ્રદેશથી મુંબઇ તેની કિસ્મત અજમાવા આવી હતી.

મુસ્કાન બામનેએ મુંબઇ આવી ઘણી ટીવી ધારાવાહિકમાં કામ કર્યુ છે. એટલું જ નહિ, મુસ્કાન બામનેને ફિલ્મોમાં કામ કરવાનો પણ મોકો મળ્યો, જેમાં શ્રદ્ધા કપૂરની ફિલ્મ હસીના પારકર મુખ્ય છે. આ ઉપરાંત 2018માં આવેલી ફિલ્મ હેલિકોપ્ટર ઇલામાં પણ નજર આવી ચૂકી છે. મુસ્કાન બામનેના ચાહકો જાણે છે કે તે જેટલી સારી અદાકારા છે તેટલી જ શાનદાર ડાંસર પણ છે. તે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે અને તેની ફેન ફોલોઇંગ પણ લાખોમાં છે.

મુસ્કાને ઇટાઇમ્સ સાથે વાતચીતમાં તેના સ્ટ્રગલ વિશે વાત કરતા જણાવ્યુ કે, ઘણીવાર એવુ થયુ કે હું રિજેક્ટ થઇ. જયારે હું વજનમાં મોટી હતી ત્યારે મેં ઘણા રિજેક્શન સહન કર્યા છે. લોકો કહેતા હતા કે આ થોડી હેલ્દી છે. આને રિજેક્ટ કરી દો. પરંતુ ફેમિલી ઘણી સપોર્ટિવ રહી છે. તેમણે મને આવી રીતની નાતોથી કયારેય પણ પ્રેશર નથી લેવા દીધુ. તે હંમેશા મને પ્રોત્સાહિત કરતા રહ્યા છે કે અત્યારે નહિ તો પછી થઇ જશે.

Shah Jina