હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે પ્રેમમાં રંગાયેલા જોવા મળ્યા અનુપમા અને અનુજ, રોમેન્ટિક વીડિયો થઇ રહ્યો છે વાયરલ

ડેઈલી સોપ ‘અનુપમા’, જેણે પહેલા દિવસથી જ દર્શકોના દિલો પર રાજ કર્યું છે, તેમાં નવા ટ્વીસ્ટ અને ટર્ન જોવા મળે છે. હાલમાં શોમાં અનુપમા અને અનુજના પ્રેમનો ટ્રેક ચાલી રહ્યો હતો, જેને જોઈને એવું લાગી રહ્યું હતું કે કદાચ #MaAn ની ટ્રેન હવે પાટા પર આવી ગઈ છે. પરંતુ આ વચ્ચે કિંજલની પ્રેગ્નન્સીનો ટ્વિસ્ટ આવ્યો, જે બાદથી ચાહકો બંનેને સાથે જોવા માટે તડપી રહ્યા છે. પરંતુ અનુજ અને અનુપમા એટલે કે ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીએ તેમના ચાહકોને દુઃખી થવા દીધા નથી. પોતાની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીથી ચાહકોના દિલો પર રાજ કરનાર આ જોડી ચાહકોને ઓફસ્ક્રીન પર પણ વિઝ્યુઅલ ટ્રીટ આપતી જોવા મળે છે.

હાલમાં તો બંને સ્ક્રીન પર અંતરનો સામનો કરી રહ્યા છે, પરંતુ બંનેનો એક રોમેન્ટિક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં બંને એકબીજાની ખૂબ જ નજીક જોઈ શકાય છે. ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી નાના પડદાની જૂની અભિનેત્રી છે, પરંતુ લાંબા સમયથી તે પોતાની સુપરહિટ સીરિયલ ‘અનુપમા’ને લઈને ચર્ચામાં છે. લોકો અનુપમાના પાત્રમાં રૂપાલીને પસંદ કરે છે અને શોના દૈનિક અપડેટ્સ જાણવા આતુર છે.

રૂપાલી સિવાય આ શોનું બીજું એક પાત્ર છે જેની ખૂબ જ ચર્ચા છે, તે છે ગૌરવ ખન્ના એટલે કે અનુજ કાપડિયા. લોકો બંનેની જોડીને ખૂબ પસંદ કરે છે. બંનેના વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તે વીડિયોમાં રૂપાલી અને ગૌરવ ક્યારેક એકબીજાને ચીડવતા તો ક્યારેક રોમાન્સ કરતા જોવા મળે છે. હાલમાં જ બંનેનો એક રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે.

રૂપાલી અને ગૌરવ બંનેએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જ્યારે રૂપાલી પર્પલ કલરના સૂટમાં સુંદર લાગી રહી છે, ત્યારે ગૌરવ ગ્રે શર્ટ અને ટ્રાઉઝરમાં હેન્ડસમ લાગી રહ્યો છે. બંને રોમેન્ટિક ગીત પર કપલ ડાન્સ કરી રહ્યા છે. ‘અનુપમા’ અને ‘અનુજ’ના ચાહકો પણ તેમનો આ રોમેન્ટિક વિડિયો પસંદ કરી રહ્યા છે અને લોકો તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ‘અનુપમા’ ધારાવાહિક જયારથી શરૂ થઈ છે ત્યારથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. શોમાં આવતા દરેક ટ્વિસ્ટ દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. એટલું જ નહીં, ટીવી શોની ટીઆરપી લિસ્ટમાં પણ આ શો હંમેશા ટોપ પર રહે છે. અનુપમા રૂપાલી અને ગૌરવ વચ્ચેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. શોમાં ભલે ગમે તેટલો ડ્રામા ચાલી રહ્યો હોય, પરંતુ અનુજ અને અનુપમાનો રોમાન્સ બતાવવામાં આવે છે, જેને જોઈને તેમના ફેન્સનો દિવસ બની જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

ઉલ્લેખનીય છે કે, હાલમાં શોમાં હોળીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે આ દરમિયાન શોના સ્ટાર્સ પણ હોળીના રંગોમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. રૂપાલી ગાંગુલીએ પણ હોળીની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાંથી કેટલીક તસવીરમાં તે તેના પતિ અને દીકરા સાથે જોવા મળી રહી છે તો કેટલીક તસવીરમાં તે અનુજ એટલે કે ગૌરવ ખન્ના સાથે જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

આ ઉપરાંત રૂપાલીએ હાલમાં જ તેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેના હાથમાં ફ્લાવર પોર્ટ જોવા મળી રહ્યુ છે. આ દરમિયાન તેણે ટોપ અને જીન્સ કેરી કર્યુ છે અને વાળને ખુલ્લા રાખ્યા છે. તે આ આઉટફિટમાં ઘણી ખૂબસુરત લાગી રહી છે.

Shah Jina