અનુજ સાથે લગ્ન કરવા માટે અનુપમાએ કહી દીધી હાં ! શાહ હાઉસમાં થશે જશ્ન- જુઓ વીડિયો

ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો “અનુપમા” છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ થોડા જ સમયમાં દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે અને તેમની સાથે સાથે સાથે બાકીના લોકોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ શો લોકોનો ફેવરેટ બનતો જઇ રહ્યો છે.

અનુપમા સિરિયલમાં #MaAnના ચાહકો માટે સારા સમાચાર છે. આ કપલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અનુજે પોતાના દિલની વાત અનુપમાને કરી દીધી પણ અનુપમાએ હજુ સુધી કંઈ કહ્યું નથી. હવે બંને શોના આગામી એપિસોડમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જોકે અનુપમા લગ્ન માટે એક શરત પણ મૂકશે.

અનુપમાના આગામી એપિસોડમાં અનુજની બહેન માલવિકા કહેશે કે અનુજ અને અનુપમાએ લગ્ન કરી લેવા જોઈએ. ક્રિસમસ પાર્ટી દરમિયાન માલવિકા કહેશે કે અનુજ અને અનુપમાએ લગ્ન કરી લેવા જોઈએ. આ સાંભળીને અનુજ ગુસ્સે થઈ જશે અને તે કહેશે કે તેણે તેના ભૂતકાળને જાણ્યા વિના આવી વસ્તુઓ કેમ કરી.

અનુજ અને માલવિકા વચ્ચે ઝઘડો થાય છે. અનુપમા માલવિકાને સમજાવવા આગળ આવે છે. ત્યારબાદ અનુપમા અનુજ સાથે લગ્ન કરવા માટે હા કહે છે. અનુપમા લગ્ન માટે હા ભલે કહે પરંતુ એક શરત રાખશે. અનુપમા માલવિકા પાસેથી માંગ કરશે કે તે ક્યારેય તેના પરિવારને છોડશે નહીં. જો તે આ વચન આપવા તૈયાર થશે તો અનુપમા પણ અનુજ સાથે લગ્ન કરવા રાજી થશે.

હવે માલવિકા આ ​​શરત સ્વીકારશે કે નહીં, અનુજ અને અનુપમા લગ્ન કરશે કે નહીં, તે બધું સીરિયલના આગામી એપિસોડમાં જ ખબર પડશે. સીરિયલ ‘અનુપમા’માં માલવિકાની એન્ટ્રી સાથે જ શોની કહાનીમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે. પરંતુ આવનારા એપિસોડમાં શોમાં અનુજ કપાડિયા અને અનુપમાના લગ્નની ચર્ચા થશે.

 

View this post on Instagram

 

A post shared by jungli billi (@anuupama_lover)

ખાસ વાત એ છે કે શોમાં માલવિકા અનુપમાની સામે અનુજ સાથે લગ્નની વાત કરશે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે આગામી એપિસોડમાં અનુપમા અનુજને તેના દિલની વાત કહી શકશે કે નહિ.

 

View this post on Instagram

 

A post shared by Serials (@_tv_serials____)

Shah Jina