બૉલીવુડ અને ટીવી જગતમાં માટે કાલનો દિવસ ખુબ જ દુઃખ ભરેલો રહ્યો. બોલીવુડની ઘણી ફિલ્મો અને ઘણી જ ટીવી ધારાવાહિકોમાં કામ કરી ચૂકેલા ખ્યાતનામ અભિનેતા અનુપમ શ્યામનું ગઈકાલે નિધન થઇ ગયું હતું. જેમનો આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો જેમાં ઘણા ટીવી અને બોલીવુડના સિતારાઓ પણ તેમના અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.
63 વર્ષીય અનુપમ શ્યામ ઓઝા કિડનીની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. છેલ્લા 6 દિવસથી તેમની હાલત ખુબ જ ગંભીર હતી અને ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ તેમને અંતિમ શ્વાસ લીધા. આ દરમિયાન તેમના ભાઈ અનુરાગ શ્યામ દ્વારા દિવ્ય ભાસ્કર મીડિયાને એક ઇન્ટરવ્યૂમાં જણાવવામાં આવ્યું હતું કે વધારે પાણી પીવાના કારણે તેમના ભાઈની હાલત બગડી હતી.
અનુરાગ શ્યામે જણાવ્યું હતું કે “ગયા અઠવાડીએ અમુપમે શૂટિંગ દરમિયાન વધારે પાણી પી લીધું હતું. જેના કારણે તેમની કિડની ઉપર ખરાબ અસર પડી. તેમનું એક અઠવાડીયાની અંદર ત્રણવાર ડાયાલિસિસ થતું હતું. અને આ દરમિયાન તેમને વધારે પાણી ના પીવું જોઈએ. તેમના ફેફસામાં વધારે પાણી ભરાઈ ગયું હતું અને તે શ્વાસ પણ નહોતા લઇ શકતા.”
તેમને આગળ જણાવ્યું કે “હાલત એટલી ખરાબ થઇ ગઈ હતી કે તેમને તરત વેન્ટિલેટર ઉપર રાખવા પડ્યા. છેલ્લા 6 દિવસથી તે વેન્ટિલેટર ઉપર હતા. કાલે રાત્રે લગભગ 11 વાગે તેમના ઓર્ગેન ફેલ થઇ ગયા. જેના બાદ ડોકટરે પણ જવાબ આપી દીધો. લગભગ 2 કલાક તેમના શ્વાસ ચાલ્યા અને રાત્રે 1 વાગે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.